જાણીતી TV એક્ટ્રેસને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું- 'ત્રીજા સ્ટેજ પર છું, અને હવે...'

Gujarat Tak

28 Jun 2024 (अपडेटेड: Jun 28 2024 1:55 PM)

ટેલિવિઝન અભિનેત્રી હિના ખાન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. તે કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે.

TV Actress Hina Khan

ટેલિવિઝન એક્ટ્રેસ હિના ખાન

follow google news

Hina Khan Breast Cancer : ટેલિવિઝન અભિનેત્રી હિના ખાન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. તે કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે. તેણે પોતે આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતી વખતે અભિનેત્રીએ કહ્યું કે, તેની સારવાર શરૂ થઈ ગઈ છે. તે દરેકના પ્રેમ માટે આભારી છે.

આ પણ વાંચો

હિના ખાનને થયું સ્તન કેન્સર

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે હિના ખાન કેન્સરથી પીડિત છે, પરંતુ ભાગ્યે જ કોઈએ આ સમાચાર પર વિશ્વાસ કર્યો હશે. પરંતુ હવે જ્યારે અભિનેત્રીએ પોતે જ તેના કેન્સર નિદાનનો ખુલાસો કર્યો છે, ત્યારથી સૌ ફેન્સ આઘાતમાં છે. બ્રેસ્ટ કેન્સર વિશે વાત કરતાં અભિનેત્રીએ લખ્યું- મારા વિશે કેટલીક અફવાઓ ચાલી રહી છે. હું તમારા બધા સાથે એક મહત્વપૂર્ણ સમાચાર શેર કરવા માંગુ છું.

'ખાસ કરીને જે લોકો મને પ્રેમ કરે છે. મારી કાળજી રાખે છે. મને સ્તન કેન્સર છે. આ ત્રીજા તબક્કામાં છે. તેની સારવાર શરૂ કરવામાં આવી છે. ઘણી સમસ્યાઓનો સામનો કરવા છતાં હું તમને ખાતરી આપું છું કે હું ઠીક છું. હું આ બીમારી સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. આ સમયે હું જે પણ કામ કરવા તૈયાર છું તે મને મજબૂત રાખશે.

પ્રાઈવસીની કાળજી લો

બ્રેસ્ટ કેન્સર વિશે વાત કરતી વખતે હિના ખાને કહ્યું કે તેની પ્રાઈવસીનું ધ્યાન રાખવું જોઈએ. તેણે કહ્યું- હું તમારા પ્રેમ અને સન્માનની પ્રશંસા કરું છું, પરંતુ આ સમયે અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખવું જોઈએ. મને અને મારા પરિવારને વિશ્વાસ છે કે હું કેન્સરની લડાઈ જીતી જઈશ અને જલ્દી સ્વસ્થ થઈ જઈશ. પણ ત્યાં સુધી થોડું ધ્યાન રાખજો. આ સમયે મને તમારા પ્રેમ અને પ્રાર્થનાની ખૂબ જ જરૂર છે.

'યે રિશ્તા ક્યા કહેલાતા' શો થી પ્રસિદ્ધિ મળી

હિના ખાન ટેલિવિઝન શો 'યે રિશ્તા ક્યા કહેલાતા'માં અક્ષરાની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. આ શોમાં તેણે સંસ્કારી વહુની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં પોતાનું નામ બનાવ્યું હતું. આ પછી તે બિગ બોસ 11માં જોવા મળી હતી. હિના આ શોની વિજેતા તો નથી બની, પરંતુ બિગ બોસથી તેની લોકપ્રિયતા બમણી થઈ ગઈ.

    follow whatsapp