જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેનાએ 6 આતંકવાદીઓને ઠાર માર્યા, 2 જવાન થયા શહીદ

Gujarat Tak

07 Jul 2024 (अपडेटेड: Jul 7 2024 2:42 PM)

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સેના ઓપરેશન ચલાવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં બે એન્કાઉન્ટરમાં બે જવાન શહીદ થયા છે. આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ ઓછામાં ઓછા છ આતંકવાદીઓને પણ ઠાર કર્યા છે.

jammu kashmir army opration

જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન

follow google news

Encounters in Jammu and Kashmir : જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સેના ઓપરેશન ચલાવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં બે એન્કાઉન્ટરમાં બે જવાન શહીદ થયા છે. આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ ઓછામાં ઓછા છ આતંકવાદીઓને પણ ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટર કુલગામના મોદરગામ અને ચિનીગામ ગામમાં થયું હતું. છ આતંકવાદીઓમાંથી બે મદરગામમાં અને બાકીના ચાર ચિનીગામમાં માર્યા ગયા હતા.

કુલગામના મોદરગામમાં એક બગીચામાં બનેલા ઠેકાણામાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર છે. ચીનીગામ ફ્રિસલમાં વધુ એક આતંકી છુપાયો હોવાની આશંકા છે. હાલમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશન એવા દિવસે થઈ રહ્યું છે જ્યારે ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે.

કુલગામમાં એન્કાઉન્ટર

પહેલું એન્કાઉન્ટર મોદરગામ ગામમાં થયું હતું, જ્યાં પેરા કમાન્ડો લાન્સ નાઈક પ્રદીપ નૈન કાર્યવાહીમાં શહીદ થયા હતા. સુરક્ષા દળોએ ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન શરૂ કર્યું અને ઓછામાં ઓછા બેથી ત્રણ આતંકવાદીઓને તેમના ઠેકાણા પર ઘેરી લીધા.

બીજી એન્કાઉન્ટર ફ્રિસલ ચિનીગામ ગામમાં થઈ, જ્યારે સુરક્ષા દળોને આ વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના સંભવિત આતંકવાદીઓ વિશે માહિતી મળી. ઓપરેશન દરમિયાન 1લી રાષ્ટ્રીય રાઈફલ્સના હવાલદાર રાજ કુમાર શહીદ થયા હતા.

આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે

ગામમાં પહોંચતા જ એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ અચાનક સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો, જેના પછી અથડામણ થઈ. બંને જગ્યાએ ભીષણ ગોળીબાર ચાલુ છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વીકે બિરધીએ એન્કાઉન્ટર સ્થળોની મુલાકાત લીધી અને કહ્યું કે આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલુ રહેશે.

તમને જણાવી દઈએ કે ગયા મહિને જ પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણ દરમિયાન લશ્કર-એ-તૈયબાની પાકિસ્તાન સ્થિત શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના બે ટોચના કમાન્ડર એક ઘરમાં ફસાયા હતા.

    follow whatsapp