Bigg Boss OTT 3 : અરમાન મલિક જ્યારથી બિગ બોસ ઓટીટીમાં પ્રવેશ્યો ત્યારથી તે ચર્ચામાં છે. તે તેની બે પત્નીઓ પાયલ અને કૃતિકા મલિક સાથે શોમાં આવ્યો હતો. જોકે, હવે પાયલ ઘરની બહાર થઈ ગઈ છે. ઘરની બહાર આવ્યા બાદ પાયલ શોના મેકર્સ પર ગુસ્સે થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, શોમાં તેને, અરમાન અને કૃતિકાને ખૂબ જ નકારાત્મક રીતે બતાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે તેઓ પ્રેમથી જીવે છે ત્યારે તે બતાવવામાં આવતું નથી પરંતુ જ્યારે કંઇક ખોટું થાય છે ત્યારે તેને લાઇમલાઇટમાં લાવવામાં આવે છે.
ADVERTISEMENT
પાયલે લગાવ્યો આરોપ
ઘરની બહાર આવ્યા બાદ પાયલ મલિકે કહ્યું કે, જ્યારે તે નોમિનેટ થઈ ત્યારે અરમાને તેને ગળે લગાવી હતી અને તેના માથા પર કિસ કરી હતી, પરંતુ ટેલિકાસ્ટમાં આ બતાવવામાં આવ્યું ન હતું. જ્યારે તેના ઘરની બહાર નીકળતી વખતે જ્યારે અરમાન તેને સ્મિત સાથે અલવિદા કહી રહ્યો હતો ત્યારે તે એવી રીતે બતાવવામાં આવ્યું હતું કે અરમાન પાયલના જવાથી ખુશ છે. પાયલનો આરોપ છે કે તેને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. તેણે કહ્યું કે અરમાને હસીને વિદાય લીધી જેથી તેને ખરાબ ન લાગે.
પાયલે તેના સંબંધો વિશે વાત કરી
પાયલે વધુમાં કહ્યું કે, અમારા સંબંધોને કોઈ સમજતું નથી. અમારી મજબૂરી સમજો. એક કરાર છે જે અમે ત્રણેયે કર્યો છે. મારી પાછળ મારો પુત્ર છે, હું પહેલેથી જ ઘર છોડી આવી છું. કૃતિકાએ પણ તેનો પરિવાર છોડી દીધો છે, તેથી અરમાન પણ તેને છોડી શકતો નથી. તેથી જ અરમાન ન તો મને છોડી શકે છે કે ન તો કૃતિકા.
ADVERTISEMENT