યુવરાજ સિંહ, પઠાણ અને ઉથપ્પા ફેઈલ, પાકિસ્તાન ચેમ્પિયન્સની સામે ઈન્ડિયા ચેમ્પિયન્સની કારમી હાર

Gujarat Tak

• 01:55 PM • 07 Jul 2024

World Championship of Legends 2024: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024નો 8મો મુકાબલો 6 જુલાઈએ ઈન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચે બર્મિંગહામમાં રમાયો. અહીં પાકિસ્તાનની ટીમ સારું પ્રદર્શન કરતી જોવા મળી. પાકિસ્તાને 68 રનથી મોટી જીત હાંસલ કરી હતી.

India Champions vs Pakistan Champions

ઈન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ

follow google news

India Champions vs Pakistan Champions : વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024ની 8મી મેચ 6 જુલાઈના રોજ બર્મિંગહામમાં ભારત ચેમ્પિયન અને પાકિસ્તાન ચેમ્પિયન વચ્ચે રમાઈ હતી. અહીં પાકિસ્તાનની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને 68 રનથી મોટી જીત હાંસલ કરવામાં સફળ રહી. હાઈ વોલ્ટેજ મેચમાં ભારતીય ચેમ્પિયન ટીમને કેપ્ટન યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા અને યુસુફ પઠાણ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ પાકિસ્તાની બોલરોની સામે આ તમામ સંપૂર્ણપણે ફ્લોપ થઈ ગયા.

કામરાન અને શરજીલની શાનદાર બેટિંગ

બર્મિંગહામમાં ભારતીય કેપ્ટન યુવરાજ સિંહે ટોસ જીતીને વિપક્ષી ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને સ્વીકારીને પાકિસ્તાન ચેમ્પિયન્સની ટીમ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 243 રન બનાવી શકી હતી. ટીમ માટે ઈનિંગની શરૂઆત કરતા વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે 40 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 77 રનની સૌથી વધુ અડધી સદી ફટકારી હતી. તેના સિવાય તેના પાર્ટનર શરજીલ ખાને માત્ર 30 બોલમાં 72 રનનું યોગદાન આપ્યું હતું. આ દરમિયાન તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 5 છગ્ગા જોવા મળ્યા હતા.

આ બે બેટ્સમેન સિવાય પાકિસ્તાન માટે ત્રીજા સ્થાને બેટિંગ કરી રહેલા મકસૂદે 26 બોલમાં 51 રન બનાવ્યા અને ચોથા ક્રમે બેટિંગ કરી રહેલો શોએબ મલિક 18 બોલમાં અણનમ 25 રન ફટકારવામાં સફળ રહ્યો. ઈન્ડિયા ચેમ્પિયન્સ માટે આરપી સિંહ, અનુરીત સિંહ, ડી કુલકર્ણી અને નેગી અનુક્રમે 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા.

સુરેશ રૈના અને અંબાતી રાયડીએ આપી લડત

વિપક્ષી ટીમે આપેલા 244 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારત તરફથી માત્ર સુરેશ રૈના અને અંબાતી રાયડુ થોડા સમય માટે વિરોધી બોલરોનો સામનો કરી શક્યા હતા. ટીમ માટે ત્રીજા નંબર પર બેટિંગ કરતા રૈનાએ કુલ 40 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તે 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 52 રનની અડધી સદીની ઇનિંગ રમવામાં સફળ રહ્યો હતો. તેના સિવાય રાયડુએ ઇનિંગની શરૂઆત કરતા 23 બોલમાં 39 રન બનાવ્યા હતા.

યુવરાજ સિંહ, પઠાણ અને ઉથપ્પા ફેઈલ

આ બે બેટ્સમેન સિવાય રોબિન ઉથપ્પા 12 બોલમાં 22, યુવરાજ સિંહ 11 બોલમાં 14, ઈરફાન પઠાણ 9 બોલમાં 15 અને યુસુફ પઠાણ શૂન્ય પર પાકિસ્તાન સામે આઉટ થયા હતા.

વિપક્ષી ટીમ માટે વહાબ રિયાઝ અને શોએબ મલિક અનુક્રમે 3-3 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. આ સિવાય સોહેલ તનવીર અને સોહેલ ખાને અનુક્રમે 1-1 વિકેટ લીધી હતી.

 

    follow whatsapp