પાકિસ્તાનથી હાઈટેક હથિયારો... 25 લાખમાં સોપારીઃ સલમાનને મારવા બનાવ્યો હતો 'ખતરનાક પ્લાન'

Gujarat Tak

02 Jul 2024 (अपडेटेड: Jul 2 2024 11:44 AM)

Salman Khan Shooting Case: બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર 14 એપ્રિલે થયેલા ફાયરિંગે સમગ્ર મુંબઈમાં ખળભળાટ મચાવી દીધો હતો.

Salman Khan Shooting Case

સલમાન ખાન ફાયરિંગ કેસ

follow google news

Salman Khan Shooting Case: બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર 14 એપ્રિલે થયેલા ફાયરિંગે સમગ્ર મુંબઈમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ટીમો બનાવીને આરોપીઓની ધરપકડ કરી હતી. 

આ પણ વાંચો

પોલીસે દાખલ કરી ચાર્જશીટ

આ કેસની તપાસ કરી રહેલી નવી મુંબઈ પોલીસે આ કેસમાં ધરપકડ થઈ ચૂકેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના 5 ઈસમો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. આરોપીઓનો પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની જેમ સલમાન ખાનની હત્યા કરવાનો પ્લાન હતો. 

25 લાખની સોપારી

પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, ચાર્જશીટ મુજબ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને મારવા માટે 25 લાખ રૂપિયાની સોપારી આપી હતી. આરોપીઓ પાકિસ્તાનથી અત્યાધુનિક હથિયાર  AK 47, AK 92 અને M 16ની સાથે-સાથે તુર્કી બનાવટની ઝિગાના પિસ્તોલ ખરીદવાની તૈયારીમાં હતા. ઝિગાના એ જ હથિયાર છે જેનાથી પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીઓ આ હથિયારોનો ઉપયોગ કરીને બોલિવૂડ અભિનેતા સલમાનની હત્યા કરવા માંગતા હતા.

સલમાન ખાન પર હતી ચાંપતી નજર

પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું છે કે, સલમાન ખાનને મારવાનો પ્લાનિંગ ઓગસ્ટ 2023 થી એપ્રિલ 2024 વચ્ચે બનાવવામાં આવ્યો હતો. પોલીસે એ પણ જણાવ્યું કે લગભગ 60થી 70 લોકો સલમાન ખાનની દરેક મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા હતા. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે આ તમામ મુંબઈમાં આવેલા સલમાન ખાનના ઘર,  પનવેલ ખાતે આવેલા તેમના ફાર્મ હાઉસ અને ગોરેગાંવ ફિલ્મ સિટીમાં સલમાન ખાનની દરેક મૂવમેન્ટ પર નજર રાખતા હતા.

એક આદેશની જોઈ રહ્યા હતા રાહ

પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું કે, સલમાન ખાનને મારવા માટે આરોપીઓએ 18 વર્ષથી નીચેના છોકરાઓને હાયર કર્યા હતા. પોલીસે એ પણ જણાવ્યું કે તમામ શૂટર્સ ગોલ્ડી બ્રાર અને અનમોલ બિશ્નોઈના આદેશની રાહ જોઈ રહ્યા હતા. ઓર્ડર મળતાની સાથે જ તેઓ પાકિસ્તાનથી લાવવામાં આવેલા આધુનિક હથિયારોનો ઉપયોગ કરીને સલમાન પર હુમલો કરવાના હતા. આ તમામ શૂટર્સ પુણે, રાયગઢ, નવી મુંબઈ, થાણે અને ગુજરાતમાં છુપાયેલા હતા.

સલમાન અને અરબાઝનું નિવેદન નોંધાયું 

આ મામલે પોલીસે 4 જૂને સલમાન ખાનનું નિવેદન પણ નોંધ્યું હતું. અરબાઝ ખાનનું નિવેદન ચાર્જશીટના ચોથા પેજ પર નોંધવામાં આવ્યું છે, જ્યારે સલમાન ખાનનું નિવેદન નવામા પેજમાં નોંધવામાં આવ્યું હતું.

    follow whatsapp