Airtel recharger plan: હવે તો મોબાઈલ રિચાર્જના નામ નથી લેવાય તેમ પહેલા jio ના પ્લાનમાં વધારો થયો અને ત્યાર બાદ એરટેલ પણ નવા પ્લાન રજૂ કર્યા હતા. મોબાઈલ રિચાર્જમાં કંપનીઓએ 3 જુલાઈથી વધારો ઝીંકયો હતો. હવે એરટેલ યુઝર્સે રિચાર્જ કરાવવા માટે વધુ ખર્ચ કરવો પડશે. નવા દર લાગુ થયા બાદ કિંમતમાં 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. જો તમે પણ એરટેલના ગ્રાહક છો, તો અમે તમને એક એવી રીત જણાવીશું જેના દ્વારા તમે એરટેલ રિચાર્જ પર દર મહિને 25 ટકા પૈસા બચાવી શકો છો.
ADVERTISEMENT
શું તમને આ કેશબેક વિશે ખબર છે?
Airtel Thanks App દ્વારા, જે ડિજિટલ પેમેન્ટની સુવિધા પૂરી પાડે છે, ગ્રાહકો એરટેલ રિચાર્જ પર 25 ટકા સુધીનું કેશબેક મેળવી શકે છે, પરંતુ આ કેશબેક મેળવવા માટે, ગ્રાહકોએ એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા રિચાર્જ માટે ચૂકવણી કરવી પડશે.
ADVERTISEMENT