Assam Flood 2024: આસામમાં ભારે પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નદીઓમાં જળસ્તર વધતાં લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી રહી છે. રાજ્યમાં સ્થિતિ એવી છે કે પૂરના કારણે 58 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે અને 30 જિલ્લાઓમાં 24 લાખ લોકો પ્રભાવિત થયા છે.
ADVERTISEMENT
કાઝીરંગામાં પ્રાણીઓના મૃત્યુ થયા
તમને જણાવી દઈએ કે, પૂરના કારણે કાઝીરંગામાં મોટી સંખ્યામાં પ્રાણીઓના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)એ શનિવારે જણાવ્યું કે છેલ્લા એક મહિનામાં આસામમાં ભયાનક પૂરની સ્થિતિએ સમગ્ર રાજ્યમાં 58 લોકોના જીવ લીધા છે. ASDMA અનુસાર, શનિવારે વધુ છ લોકોએ જીવ ગુમાવ્યા, રાજ્યમાં મૃત્યુઆંક 52થી વધીને 58 થઈ ગયો.
આ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત
વરસાદ બાદ આવેલા પૂરના કારણે ધુબરી, કછાર, દરંગ, નાગાંવ, ગોલપારા, બારપેટા, ડિબ્રુગઢ, બોંગાઈગાંવ, લખીમપુર, જોરહાટ, કોકરાઝાર, કરીમગંજ, તિનસુકિયા જિલ્લાઓ પ્રભાવિત થયા છે.
પ્રિયંકા ગાંધીએ વ્યક્ત કર્યું દુઃખ
પ્રિયંકા ગાંધીએ આસામમાં પૂરની સ્થિતિને કારણે લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પાર્ટીના સભ્યોને રાહત અને બચાવ કામગીરીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી છે. પૂરને કારણે થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કરતાં પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
સેંકડો મકાનોને થયું નુકસાન
વિનાશક પૂરના પાણીને કારણે જાનમાલનું નુકસાન પણ વધી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. સેંકડો લોકોના ઘરો તબાહ થઈ ગયા અને રસ્તાઓ બંધ થઈ ગયા છે. પાક અને પશુધનને મોટું નુકસાન થયું છે.
ADVERTISEMENT