IND vs SA T20 World Cup Champion : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને ટી20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે ક્રિકેટરોએ વર્લ્ડ કપની સાથે-સાથે કરોડો લોકોનું દિલ પણ જીતી લીધું છે. આ જીત બાદ વડાપ્રધાને રવિવારે ફોન કરીને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરી અને તેમને અભિનંદન પાઠવ્યા
ADVERTISEMENT
પીએમ મોદીએ ટીમ ઈન્ડિયા સાથે કરી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહિત શર્માને તેમની શાનદાર કેપ્ટનશિપ માટે અભિનંદન પાઠવ્યા અને તેમના ટી20 કરિયરની પ્રશંસા કરી. પીએમ મોદીએ ફાઈનલમાં વિરાટ કોહલીની ઈનિંગ અને ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. વડાપ્રધાને હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવર અને સૂર્ય કુમાર યાદવના કેચની પણ પ્રશંસા કરી અને જસપ્રિત બુમરાહના યોગદાનની પણ પ્રશંસા કરી. આ ઉપરાંત વડાપ્રધાને ટીમના કોચ રાહુલ દ્રવિડનો પણ ભારતીય ક્રિકેટમાં શ્રેષ્ઠ યોગદાન માટે આભાર માન્યો હતો.
આ પહેલા સોશિયલ મીડિયા પર પાઠવ્યા અભિનંદન
આ પહેલા ટીમની જીત બાદ વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. ”પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને એક વીડિયો સંદેશમાં અભિનંદન પાઠવ્યા હતા.
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમે ઈતિહાસમાં ચોથીવાર કોઈ વર્લ્ડ કપ (વનડે, ટી20)નો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે શનિવારે (29 જૂન) ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 7 રને હરાવ્યું. આ જીતની સાથે જ 140 કરોડ ભારતીયોને જશ્ન મનાવવાનો મોકો મળ્યો. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે બે વખત (1983, 2011) ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. જ્યારે તેણે માત્ર બે વખત (2007, 2024) T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમે છેલ્લે 2011માં વર્લ્ડ કપ (ODIમાં) જીત્યો હતો. હવે 13 વર્ષ પછી કોઈએ વર્લ્ડ કપ (T20 માં) જીત્યો છે.
ADVERTISEMENT