ICC T20 Rankings Update : ટી20 વર્લ્ડ કપ 2024 બાદ ICCએ ઓલરાઉન્ડર્સની નવી ટી20 રેકિંગ જાહેર કરી દીધી છે. આ રેકિંગમાં સૌથી વધારે ફાયદો હાર્દિક પંડ્યાને થયો છે. તેઓ ઓલરાઉન્ડર્સની ટી20 રેકિંગમાં ટોપ પર પહોંચી ગયા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર હાર્દિક પંડ્યા અને શ્રીલંકાના વાનિંદુ હસરંગાની રેટિંગ્સ બરાબર છે. પરંતુ જે બાદ પણ તેઓ ટોપ પર છે.
ADVERTISEMENT
હાર્દિક પંડ્યાએ કર્યું હતું શાનદાર પ્રદર્શન
ICC દ્વારા જાહેર કરવામાં આવેલી T20માં ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં હાર્દિક પંડ્યા પ્રથમ નંબરે પહોંચી ગયા છે. હાર્દિક પંડ્યાએ ટી20 વર્લ્ડ કપની સેમી ફાઈનલ અને ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. ફાઈનલ મેચમાં તેમણે 20 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જો હસરંગાની વાત કરીએ તો તેઓ પણ 222ના રેટિંગની સાથે હાર્દિકની સાથે પ્રથમ સ્થાને છે.
ત્રીજા નંબરે પહોંચ્યા માર્ક્સ સ્ટોઈનિસ
આ યાદીમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર માર્કસ સ્ટોઈનિસ ત્રીજા નંબરે છે. તેમને પણ એક સ્થાનો ફાયદો થયો છે. તેમની 211 રેટિંગ છે. ઝિમ્બાબ્વેના સિકંદર રઝા 210 રેટિંગ સાથે ચોથા નંબરે પહોંચી ગયા છે. જ્યારે બાંગ્લાદેશના સ્ટાર શાકિબ અલ હસન 206 રેટિંગ સાથે 5માં નંબર પર આવી ગયા છે.
ADVERTISEMENT