પીએમ મોદીની સામે છલકાયું હાર્દિકનું દર્દ, કહ્યું- લોકોએ મને ખુબ ખરાબ સંભળાવ્યું, પણ...

Gujarat Tak

05 Jul 2024 (अपडेटेड: Jul 5 2024 8:19 PM)

ટી20 વર્લ્ડ કપ 2024 જીતીને ભારતીય ટીમ ગુરુવારે સ્વદેશ પરત ફરી હતી. દેશ પરત ફર્યા બાદ ટીમે પીએમ મોદી સાથે વડાપ્રધાનના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. હવે વડાપ્રધાન મોદી અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વચ્ચેની વાતચીતનો વીડિયો સામે આવ્યો છે.

pm modi hardik pandya

પીએમ મોદી અને હાર્દિક પંડ્યા

follow google news

T20 World Cup 2024 : ટી20 વર્લ્ડ કપ 2024 જીતીને ભારતીય ટીમ ગુરુવારે સ્વદેશ પરત ફરી હતી. દેશ પરત ફર્યા બાદ ટીમે પીએમ મોદી સાથે વડાપ્રધાનના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. હવે વડાપ્રધાન મોદી અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વચ્ચેની વાતચીતનો વીડિયો સામે આવ્યો છે. આ દરમિયાન પૂર્વ કોચ રાહુલ દ્રવિડ, BCCI પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ પણ ત્યાં હાજર હતા.

આ પણ વાંચો

પીએમ મોદીએ શું કહ્યું?

ટીમ ઈન્ડિયાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, અમારા માટે ખુશીની વાત છે કે તમે દેશને ઉત્સાહ અને ઉજવણીથી ભરી દીધો છે. તમે દેશવાસીઓની તમામ આશાઓ અને અપેક્ષાઓ જીતી લીધી છે. મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. સામાન્ય રીતે હું ઓફિસમાં મોડી રાત્રે કામ કરું છું. પરંતુ આ વખતે અમારી ટીમ ફાઈનલ રમી રહી હતી તેથી હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યો નહોતો. તમે લોકોએ શાનદાર ટીમ સ્પિરિટ બતાવી છે, તમારામાં પ્રતિભા અને ધૈર્ય દેખાતું હતું. મેં જોયું કે તમારી પાસે ધીરજ હતી અને તમે ઉતાવળમાં ન હતા. તમે લોકો આત્મવિશ્વાસથી ભરેલા દેખાતા હતા. મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.

વડાપ્રધાન મોદીએ ફાઈનલમાં છેલ્લી ઓવરના બાદશાહ હાર્દિક પંડ્યા સાથે પણ વાત કરી હતી. પીએમ મોદીની સામે હાર્દિક ભાવુક નજરે પડ્યા.

હાર્દિકની ઉંઘ હરામ થઈ હતી

ODI વર્લ્ડ કપ 2023 બાદ IPL 2024ની મીની હરાજી થઈ. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા હતા. ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્માને સુકાની પદ પરથી હટાવીને ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપી દીધી હતી. જે બાદ હાર્દિકને 3-4 મહિના સુધી સતત ટ્રોલ કરવામાં આવ્યો, પછી તે મેદાન પર હોય કે સોશિયલ મીડિયા પર. જોકે ઘણા દિગ્ગજોએ હાર્દિકને ટેકો આપ્યો હતો, પરંતુ ચાહકો હાર્દિકની રમતની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા. હાર્દિકે પીએમ મોદી સામે આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.

આ પણ વાંચો- 'તારી એ હિમ્મત કેમ થઈ કે તે કેપ્ટનને નચાવ્યો', કુલદિપ સાથે પીએમ મોદીએ કરી હળવી મજાક

હાર્દિક પંડ્યાએ શું કહ્યું?

પીએમ મોદીએ જ્યારે હાર્દિક સાથે વાત કરી ત્યારે સ્ટાર ઓલરાઉન્ડરે કહ્યું કે, 'છેલ્લા 6 મહિના મારા માટે ખૂબ જ મનોરંજક રહ્યા છે. ત્યારે ઘણા ઉતાર-ચઢાવ આવ્યા અને લોકોએ મને ખરી ખોટી સંભળાવી. ઘણું બધું થયું અને મને હંમેશા લાગતું હતું કે હું જવાબ આપીશ તો રમત દ્વારા જ આપીશ. તેથી મને વિશ્વાસ હતો કે હું મજબૂત રહીશ અને સખત મહેનત કરીશ. મેં સખત મહેનત કરી અને છેલ્લી ઓવર ફેંકવાની તક મળી.

...પણ તમે સૂર્યાને શું કહ્યું? : પીએમ મોદી

હાર્દિકનું દર્દ સાંભળીને પીએમ મોદીએ કહ્યું કે, 'તારી ઓવર તો ઐતિહાસિક બની ગઈ, પણ તમે સૂર્યાને શું કહ્યું?' આ સવાલના જવાબમાં હાર્દિકે કહ્યું કે, 'તેણે આ કેચ લેતા જ અમે ઉજવણી કરવા લાગ્યા. અમે પછી સૂર્યા સાથે કેચની પુષ્ટિ કરી.'

આ પણ વાંચો- 'ચહલ કેમ ગંભીર થઈને બેઠો છે?', પીએમ મોદી આવું બોલ્યા અને રોહિત-વિરાટ હસવાં લાગ્યા

    follow whatsapp