ટ્રોફી સાથે વતન આવ્યા બાદ હવે આગળ શું? અહીં જુઓ Team Indiaનું આજનું શેડ્યૂલ

Gujarat Tak

04 Jul 2024 (अपडेटेड: Jul 4 2024 11:08 AM)

Team India Return Home: ભારતીય ટીમ ક્યારે ટ્રોફીની સાથે વતન પરત ફરશે તેની આતુરતાથી ફેન્સ રાહ જોઈ રહ્યા હતા, હવે ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપની ટ્રોફી લઈને ભારત પરત આવી ચૂકી છે.

Team India Return Home

શું છે ભારતીય ટીમનું આજનું શેડ્યૂલ?

follow google news

Team India Return Home: ભારતીય ટીમ ક્યારે ટ્રોફીની સાથે વતન પરત ફરશે તેની આતુરતાથી ફેન્સ રાહ જોઈ રહ્યા હતા, હવે ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપની ટ્રોફી લઈને ભારત પરત આવી ચૂકી છે. સવારે દિલ્હી એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ફેન્સ સવારે જ ખેલાડીઓની એરપોર્ટની બહાર રાહ જોઈ રહ્યા હતા. જે બાદ રોહિત શર્માએ પણ એરપોર્ટની બહાર આવીને ટ્રોફીને હાથમાં ઉઠાવીને ફેન્સને બતાવી. જે બાદ ફેન્સે ટીમ ઈન્ડિયાનું જોરદાર સ્વાગત કર્યું. 

આ પણ વાંચો

ટીમ ઈન્ડિયાનું આજનું શેડ્યુલ

ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી સીધી દિલ્હી પહોંચી. એરપોર્ટની બહાર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ લગભગ 7 વાગ્યે નીકળ્યા. ટીમ ઈન્ડિયા હાલ દિલ્હીમાં જ હાજર છે. ટીમ ઈન્ડિયા પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચી છે. પીએમ મોડી સાથે મુલાકાત કર્યા બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ માટે ઉડાન ભરશે. રિપોર્ટ અનુસાર સાંજે 4 વાગ્યા સુધીમાં ભારતીય ટીમ મુંબઈ પહોંચશે, જ્યાં ટીમ ઈન્ડિયાનો મેગા રોડ શૉ થશે. 

ક્યાંથી ક્યાં યોજાશે રોડ શો

ટીમ ઈન્ડિયાનો રોડ શૉ સાંજે 5 વાગ્યે શરૂ થશે, આ રોડ શૉ લગભગ 2 કલાક ચાલશે. વિજેતા ટીમનો આ રોડ શૉ નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ (NCPA)થી શરૂ થશે અને વાનખેડે સ્ટેડિયમ સુધી ચાલશે. આ પછી સાંજે 7 વાગ્યાથી 7:30 દરમિયાન એક કાર્યક્રમ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.

11 વર્ષ બાદ ઘરે આવી ICCની ટ્રોફી

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. 11 વર્ષની લાંબી રાહ બાદ ટીમ ઈન્ડિયાએ કોઈપણ ICC ટ્રોફી જીતી છે. આ પહેલા ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં ODI વર્લ્ડ કપ અને ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હારી ગઈ હતી.
 

    follow whatsapp