VIDEO: WCની ટ્રોફી લઈને ભારત આવી ટીમ ઈન્ડિયા, એરપોર્ટથી હોટલ સુધી થયું ભવ્ય સ્વાગત

Gujarat Tak

04 Jul 2024 (अपडेटेड: Jul 4 2024 10:57 AM)

Team India Return: T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે (4 જુલાઈ 2024) બાર્બાડોસથી દિલ્હી પરત ફરી હતી. સ્વદેશ પરત ફરતી વખતે એરપોર્ટ પર જ ટીમ ઈન્ડિયાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

રોહિત શર્મા અને વિરાટ કોહલીની તસવીર

Team India

follow google news

Team India Return: T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે (4 જુલાઈ 2024) બાર્બાડોસથી દિલ્હી પરત ફરી હતી. સ્વદેશ પરત ફરતી વખતે એરપોર્ટ પર જ ટીમ ઈન્ડિયાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે સવારથી જ એરપોર્ટ પર ચાહકોની ભીડ જામી હતી. ટીમ ઈન્ડિયા એરપોર્ટથી આઈટીસી મૌર્ય હોટલ પહોંચી. અહીં પણ ટીમ ઈન્ડિયા માટે અહીં ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી.

આ પણ વાંચો

એરપોર્ટની બહાર ઉમટ્યા ફેન્સ

વર્લ્ડ ચેમ્પિયન સ્વદેશ પરત ફર્યા છે. બાર્બાડોસમાં ધ્વજ ફરકાવ્યા બાદ ટીમ ઈન્ડિયા સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટ AIC24WC દ્વારા ગુરુવારે સવારે 6 વાગ્યે દિલ્હી પહોંચી હતી. વર્લ્ડ ચેમ્પિયન સ્વદેશ પરત ફરતાની સાથે જ એરપોર્ટ ગૂંજી ઉઠ્યું હતું. ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે મોટી સંખ્યામાં ચાહકો એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામના નારા લગાવવામાં આવ્યા હતા. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ 29 જૂને બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો.

હોટલમાં ખાસ કેકથી કરાયું સ્વાગત

તો બીજી તરફ ITC મૌર્ય હોટલમાં પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. હોટલ દ્વારા ટીમ ઈન્ડિયા માટે એક ખાસ કેક બનાવવામાં આવી હતી. આ કેક ટીમની જર્સીના રંગની હતી. તેની વિશેષતા T-20 ટ્રોફી છે. તે વાસ્તવિક ટ્રોફી જેવી લાગે છે, પરંતુ તે ચોકલેટની બનેલી હતી. આ કેક વિજેતા ટીમના સ્વાગત માટે બનાવવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા લાંબા સમયથી પ્રવાસ પર છે અને જીતીને પરત આવી છે. તેથી ટીમ ઈન્ડિયાને ખાસ નાસ્તો પીરસવામાં આવશે. ખાસ કરીને છોલે ભટુરે અને બાજરીમાંથી ઘણી વાનગીઓ બનાવવામાં આવી છે.

ટીમ ઈન્ડિયા પીએમ મોદી સાથે મુલાકાત કરશે

ભારતીય ટીમ આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. આ બેઠક બાદ ભારતીય ટીમ મુંબઈ જવા રવાના થશે. અહીં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ખુલ્લી બસમાં વિક્ટ્રી પરેડમાં ભાગ લેશે. આ પરેડ લગભગ 1 કિલોમીટરની હશે. આ પછી BCCI દ્વારા ભારતીય ટીમના ખેલાડીઓને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ પણ આપવામાં આવશે.

ટીમ ઈન્ડિયાએ બીજો T20 વર્લ્ડ કપ જીત્યો

ટીમ ઈન્ડિયાએ બીજો T-20 વર્લ્ડ કપ જીતી લીધો છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 2007માં ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાના નામે બે વર્લ્ડ કપ પણ છે. ટીમ ઈન્ડિયા 1983 અને 2011માં આ વર્લ્ડ કપ જીતી ચૂકી છે.

    follow whatsapp