T20 World Cup 2024 : ટી20 વર્લ્ડ કપ 2024 જીતીને ભારતીય ટીમ ગુરુવારે સ્વદેશ પરત ફરી હતી. દેશ પરત ફર્યા બાદ ટીમે પીએમ મોદી સાથે વડાપ્રધાનના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. હવે વડાપ્રધાન મોદી અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વચ્ચેની વાતચીતનો વીડિયો સામે આવ્યો છે. આ દરમિયાન પૂર્વ કોચ રાહુલ દ્રવિડ, BCCI પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ પણ ત્યાં હાજર હતા.
ADVERTISEMENT
વડાપ્રધાન મોદી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથેની વાતચીતમાં હળવા મૂડમાં જોવા મળ્યા હતા. સ્પિનર કુલદીપ યાદવ સાથે વાત કરતા દરમિયાન પીએમ મોદીએ હળવી મજાક કરતા સવાલ કર્યો કે, તારી કેપ્ટનને નચાવવાની હિમ્મત કેવી રીતે થઈ.
પીએમ મોદીએ કુલદીપ યાદવને સૌથી પહેલો સવાલ પૂછ્યો કે, કુલદીપ કહીએ કે દેશદીપ કહીએ? જેના પર કુલદીપે જવાબ આફ્યો કે, દેશનો જ છું સર. ભારત માટે તમામ મેચ રમવામાં સારું લાગે છે. ખુબ ગર્વ અનુભવું છું. ટીમમાં રોલ એટેકિંગ સ્પિનરનો છે તો મિડલ ઓવરમાં બોલિંગ કરું છું. હંમેશા પ્રયાસ કરું છું કે, મિડલ ઓવરમાં વિકેટ લઉં. ફાસ્ટ બોલર સારી શરૂઆત કરી દે છે તો મિડલ ઓવરમાં બોલિંગ કરવી સરળ થઈ જાય છે થોડીક.
આ પણ વાંચો- પીએમ મોદીની સામે છલકાયું હાર્દિકનું દર્દ, કહ્યું- લોકોએ મને ખુબ ખરાબ સંભળાવ્યું, પણ...
ત્યારબાદ મોદીએ મજાકના અંદાજમાં પૂછ્યું કે, કુલદીપ તારી હિમ્મત કેવી રીતે થઈ કે કેપ્ટનને નચાવી રહ્યા છો. જેના પર સ્પિનર સહિત બાકીના ખેલાડી હસવાં લાગ્યા. કુલદીપે હસતાં હસતાં કહ્યું કે, કેપ્ટનને મેં નથી નચાવ્યા.
વધુમાં કહ્યું કે, મેં તેમને કહ્યું હતું કે, આ ડાન્સ કરવા. જ્યારે તેમણે કહ્યું કે, કંઈક નવું કરીએ તો મેં તેમને જણાવ્યું કે આ કરી શખો છો. જેવું મેં કહ્યું હતું તેવું તેમણે ન કર્યું.
આ પણ વાંચો- 'ચહલ કેમ ગંભીર થઈને બેઠો છે?', પીએમ મોદી આવું બોલ્યા અને રોહિત-વિરાટ હસવાં લાગ્યા
જણાવી દઈએ કે, જ્યારે ટીમ ઈન્ડિયા કેપ્ટન રોહિત શર્મા ટ્રોફી લેવા માટે જઈ રહ્યા હતા, ત્યારે અલગ સ્ટાઈલમાં ડાન્સ કરીને ચાલતા જોવા મળ્યા હતા. આ વીડિયો ખુબ વાયરલ થયો હતો. પીએમ મોદીએ વીડિયોની શરૂઆતમાં રોહિત શર્માને આ અંદાજ અંગે વાત કરતા કહ્યું કે, જ્યારે ટ્રોફી લેવા જઈ રહ્યા હતા, ત્યારે ડાન્સ કર્યો હતો. જેના પર રોહિતે જવાબ આપ્યો હતો કે, અમે લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. રોહિતે કહ્યું કે, ટીમે કહ્યું કે આમનામ ન જાઓ, કંઈક અલગ કરો. જેના પર પીએમ મોદીએ કહ્યું કે, આ ચહલનો આઈડિયા હતો? તો રોહિત શર્માએ જવાબ આપતા કહ્યું કે, ચહલ અને કુલદીપનો આઈડિયા હતો. આ સાંભળીને હાજર સૌ ખેલાડીઓ હસી પડ્યા હતા.
પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને શું કહ્યું?
ટીમ ઈન્ડિયાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, અમારા માટે ખુશીની વાત છે કે તમે દેશને ઉત્સાહ અને ઉજવણીથી ભરી દીધો છે. તમે દેશવાસીઓની તમામ આશાઓ અને અપેક્ષાઓ જીતી લીધી છે. મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. સામાન્ય રીતે હું ઓફિસમાં મોડી રાત્રે કામ કરું છું. પરંતુ આ વખતે અમારી ટીમ ફાઈનલ રમી રહી હતી તેથી હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યો નહોતો. તમે લોકોએ શાનદાર ટીમ સ્પિરિટ બતાવી છે, તમારામાં પ્રતિભા અને ધૈર્ય દેખાતું હતું. મેં જોયું કે તમારી પાસે ધીરજ હતી અને તમે ઉતાવળમાં ન હતા. તમે લોકો આત્મવિશ્વાસથી ભરેલા દેખાતા હતા. મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.
ADVERTISEMENT