Rohit Sharma Dance Video: વર્લ્ડ કપ ટ્રોફી સાથે સ્વદેશ પરત ફર્યા બાદ ભારતીય ટીમ હવે ફેન્સ સાથે ભવ્ય ઉજવણી કરવા જઈ રહી છે. જેની શરૂઆત થઈ ચૂકી છે. ભારતીય ટીમ સવારે લગભગ 6 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી, ત્યારબાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સવારે 7 વાગ્યાની આસપાસ હોટલ પહોંચવા માટે એરપોર્ટથી નીકળી ગયા હતા.
ADVERTISEMENT
ખેલાડીઓના ભાંગરા કરતો વીડિયો વાઈરલ
જ્યાં રોહિત શર્માએ ટ્રોફીને હવામાં ઉંચકી ફેન્સને બતાવી હતી અને ફેન્સે તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન રોહિત શર્માની ખુશીની કોઈ પાર નહોતો. હવે રોહિત અને સૂર્યકુમાર સહિત ભારતીય ખેલાડીઓના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રોહિત-સૂર્યાએ ડાન્સ કર્યો
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું હોટલની બહાર ઢોલ-નગારા સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ પણ જોરશોરથી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રોહિત અને સૂર્યકુમારના દેશી ડાન્સે ચાહકોના દિલ જીતી લીધા હતા.
હાર્દિક અને પંતે પણ કર્યા ભાંગડા કર્યા
બસમાંથી નીચે ઉતર્યા બાદ સૂર્યકુમાર યાદવે ઢોલના તાલ પર ભાંગડા શરૂ કર્યા, આ પછી સૂર્યાને જોઈને રોહિત શર્મા પણ પોતાને રોકી ન શક્યો અને તેણે પણ ભાંગરા કરવાનું શરૂ કરી દીધું. તો હાર્દિક પંડ્યા તથા રિષભ પંત પણ ફેન્સ સાથે ભાંગરા કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો પણ હાલ ખૂબ જ છવાયો છે. ફેન્સને ખેલાડીઓનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
મુંબઈમાં મેગા રોડ શો યોજાશે
ટીમ ઈન્ડિયા હાલ દિલ્હીમાં હાજર છે. હોટલ પહોંચ્યા બાદ તેમણે પ્રધાનમંત્રી આવાસ જઈને PM સાથે મુલાકાત કરી હતી. આ પછી વિશ્વ વિજેતા ટીમ મુંબઈ જવા રવાના થશે. આજે મુંબઈમાં ટીમ ઈન્ડિયાનો મેગા રોડ શો યોજાશે. જેમાં ચાહકો તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવશે.
ADVERTISEMENT