Champion Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી રમવા આવતા વર્ષે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે? સામે આવી મોટી અપડેટ

Champions Trophy 2025 Updates: ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 જીત્યો. 29 જૂને બ્રિજટાઉનમાં રમાયેલી ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ ઐતિહાસિક જીત બાદ હવે ભારતીય ફેન્સની નજર આગામી વર્ષે યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી (50 ઓવરની ટૂર્નામેન્ટ) પર ટકેલી છે.

વિરાટ-રોહિતની ફાઈલ તસવીર

Champions Trophy

follow google news

Champions Trophy 2025 Updates: ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 જીત્યો. 29 જૂને બ્રિજટાઉનમાં રમાયેલી ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ ઐતિહાસિક જીત બાદ હવે ભારતીય ફેન્સની નજર આગામી વર્ષે યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી (50 ઓવરની ટૂર્નામેન્ટ) પર ટકેલી છે. આગામી વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાનો પ્રસ્તાવ છે. પાકિસ્તાનને આ ટુર્નામેન્ટની યજમાની મળી હોવાથી સૌથી મોટો મુદ્દો એ છે કે શું ભારતીય ટીમ આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં?

હવે ચેમ્પિયન્સ ટ્રોફી સાથે જોડાયેલી એક મોટી અપડેટ સામે આવી છે. Aaj Tak ને મળેલી માહિતી મુજબ ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે ન જાય તેવી પુરી શક્યતા છે. જો કે આ અંગેનો અંતિમ નિર્ણય ભારત સરકારે જ લેવાનો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા ICCને સુપરત કરાયેલા ડ્રાફ્ટમાં તેણે ભારતની તમામ મેચો લાહોરમાં આયોજિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ સમગ્ર મામલાની જાણકારી ધરાવતા એક સૂત્રએ કહ્યું, 'અમે હજુ સુધી ચેમ્પિયન્સ વિશે કોઈ ચર્ચા કરી નથી, પરંતુ મને લાગે છે કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરે તેવી શક્યતા ઓછી છે. જો કે આ અંગેનો અંતિમ નિર્ણય ભારત સરકાર દ્વારા લેવામાં આવશે. આ મહિને શ્રીલંકામાં યોજાનારી ICCની બેઠકમાં PCB ચોક્કસપણે આ મામલો ઉઠાવશે.

શું આ ટુર્નામેન્ટ 'હાઈબ્રિડ મોડલ' હેઠળ યોજાશે?

સૂત્રએ કહ્યું, 'અમે હજુ સુધી આ અંગે ચર્ચા કરી નથી, સરકાર જે પણ નિર્ણય લેશે તેનું પાલન કરવામાં આવશે. આ ICC ઈવેન્ટ છે, અમે આ અંગે નિર્ણય લઈ શકતા નથી. ICCની આગામી બેઠકમાં આ અંગે કેટલીક માહિતી બહાર આવી શકે છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાને ગયા વર્ષે એશિયા કપની પણ યજમાની કરી હતી. પરંતુ ત્યારપછી બીસીસીઆઈએ પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો.

આ પછી પીસીબીને એશિયા કપ 'હાઈબ્રિડ મોડલ' હેઠળ કરાવવાની ફરજ પડી હતી. હવે પાકિસ્તાનને ડર છે કે એશિયા કપ 2023ની જેમ આ ટૂર્નામેન્ટ પણ 'હાઈબ્રિડ મોડલ' હેઠળ યોજવી પડી શકે છે. જો ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મેચો UAE અથવા શ્રીલંકામાં શિફ્ટ થઈ શકે છે.

ICC બોર્ડની બેઠકોમાં, દરેક સભ્ય પોતાનો મુદ્દો ઉઠાવી શકે છે કે જેના પર મતદાન થાય છે. પરંતુ જો સભ્ય દેશની સરકાર કહે છે કે તેઓ ત્યાં રમી શકતા નથી તો ICCએ વિકલ્પો શોધવા પડશે. ગયા વર્ષે એશિયા કપ દરમિયાન બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પાકિસ્તાન ગયા હતા.

ટીમ ઈન્ડિયા છેલ્લે 2008માં પાકિસ્તાન ગઈ હતી

ICC ODI વર્લ્ડ કપ રમવા માટે પાકિસ્તાનની ટીમ પણ ભારત આવી હતી. હાલમાં જ ભારતીય ડેવિસ ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. ભારતીય ટેનિસ ટીમને પાકિસ્તાનના પ્રવાસે જવાની લીલી ઝંડી મળી ગઈ હતી, ત્યારબાદ ટીમ ઈન્ડિયાના પણ સરહદ પાર જવાની અટકળો શરૂ થઈ ગઈ હતી. ભારતીય ટીમે છેલ્લે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસ પર એશિયા કપ રમી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી, જ્યાં શ્રીલંકાના હાથે 100 રને હાર થઈ.

    follow whatsapp