હાર્દિક પંડ્યાએ રડતાં રડતાં કહ્યું- 'લોકો બોલ્યા પણ કોઈ વાંધો નહીં, જેઓ મને એક ટકા...'

Gujarat Tak

30 Jun 2024 (अपडेटेड: Jun 30 2024 4:03 PM)

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. 29મી (શનિવાર)ના રોજ બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ પહેલા તેણે 2007ની સિઝનમાં ટાઈટલ જીત્યું હતું.

hardik-pandya-emotional-statement

હાર્દિક પંડ્યાનું નિવેદન

follow google news

Hardik Pandya Emotional Statement : ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. 29મી (શનિવાર)ના રોજ બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ પહેલા તેણે 2007ની સિઝનમાં ટાઈટલ જીત્યું હતું.

આ પણ વાંચો

સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમની જીતમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિકે ફાઈનલ મેચમાં બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ત્રણ ઓવરમાં 20 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. હાર્દિકે છેલ્લી ઓવરમાં સાઉથ આફ્રિકાને 16 રન બનાવવા દીધા ન હતા. હાર્દિકે હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર અને કાગિસો રબાડાની વિકેટ લીધી હતી.

હાર્દિકે ખુલીને પોતાના મનની વાત કરી હતી

હાર્દિક પંડ્યાએ આ વર્લ્ડ કપમાં બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કરીને ટીકાકારોને જોરદાર જવાબ આપ્યો છે. તમને જણાવી દઈએ કે IPLની છેલ્લી સિઝનમાં હાર્દિક પંડ્યાને રોહિત શર્માના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો કેપ્ટન બનાવવામાં આવ્યો હોવાને કારણે તેનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ અને પોતાના ખરાબ પ્રદર્શન બાદ હાર્દિક ટીકાકારોના નિશાના પર આવી ગયો હતો. હવે હાર્દિકે દેશ માટે જે કર્યું છે તેના વખાણ કરી શકાય તેમ નથી. હાર્દિકે કહ્યું છે કે તે સન્માન સાથે જીવવામાં માને છે. જીત બાદ હાર્દિક પંડ્યા પણ ભાવુક થઈ ગયો હતો.

'શબ્દોથી જવાબ ન આપવો જોઈએ...'

હાર્દિક પંડ્યાએ ટાઈટલ જીત્યા બાદ કહ્યું, 'હું ગરિમામાં માનું છું. જે લોકો મને એક ટકા પણ ઓળખતા નથી તેઓએ આટલું કહ્યું. લોકો બોલ્યા પણ કોઈ વાંધો નહીં. હું હંમેશા માનું છું કે શબ્દોથી જવાબ ન આપવો જોઈએ, સંજોગો જવાબ આપી દે છે. ખરાબ સમય કાયમ રહેતો નથી. ગરિમા જાળવવી મહત્વપૂર્ણ છે, પછી ભલે તમે જીતો કે હારો.

દરેક વ્યક્તિએ વિનમ્રતાથી જીવતા શીખવું પડશે : હાર્દિક

હાર્દિકે વધુમાં કહ્યું કે, 'ચાહકો અને દરેક વ્યક્તિએ વિનમ્રતાથી જીવતા શીખવું પડશે. આપણું વર્તન સારું હોવું જોઈએ. મને ખાતરી છે કે એ લોકો હવે ખુશ હશે. સાચું કહું તો હું માણી રહ્યો હતો. જીવનને બદલી નાખનારી તકો બહુ ઓછા લોકોને મળે છે. આ પગલું બેકફાયર થઈ શક્યું હોત પરંતુ મને ગ્લાસ અડધો ભરેલો દેખાય છે, અડધો ખાલી નથી.

આ પણ વાંચો- Dance Video : વિરાટ કોહલી અને અર્શદીપે દલેર મહેંદીના સોન્ગ પર કર્યા ભાંગડા

મને મારી આવડત પર વિશ્વાસ હતો : હાર્દિક

હાર્દિક કહે છે, 'હું દબાણ લેતો ન હતો અને મારી કુશળતા પર વિશ્વાસ હતો. આ ક્ષણ આપણા નસીબમાં લખેલી હતી. 2026માં પુષ્કળ સમય છે. હું રોહિત અને વિરાટ માટે ખૂબ જ ખુશ છું. ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ જેઓ આ જીતના હકદાર હતા. આ ફોર્મેટમાં તેની સાથે રમવાની મજા આવી. તે ચૂકી જશે પરંતુ આનાથી વધુ સારી વિદાય ન હોઈ શકે.'

મારા જે 6 મહિના ગયા તે પાછા આવ્યા : હાર્દિક

પત્રકારે હાર્દિક પંડ્યાને પૂછ્યું કે, જ્યારે લોકો તમારો હૂરિયો બોલાવતા હતા ત્યારે તમારો મૂડ કેવો હતો? જેના જવાબમાં હાર્દિકે રડતા રડતા કહ્યું કે, 'મારા જે 6 મહિના ગયા હતા તે પાછા આવ્યા, જ્યારે હું રડવા માંગતો હતો ત્યારે પણ હું રડ્યો ન હતો. જે લોકો મને તકલીફ આપી રહ્યા હતા. હું મારા મુશ્કેલ સમયમાં તેમને વધુ ખુશી આપવા માંગતો ન હતો અને જુઓ કે કેવી રીતે ભગવાને મને તક આપી.

હાર્દિક બની શકે છે આગામી કેપ્ટન

જણાવી દઈએ કે, રોહિત શર્માની T20Iમાંથી નિવૃત્તિ બાદ હાર્દિક પંડ્યાને આ ફોર્મેટમાં ભારતનો આગામી કેપ્ટન બનાવવામાં આવી શકે છે. T20 વર્લ્ડ કપ વર્ષ 2026માં ભારત અને શ્રીલંકામાં રમાવાનો છે.

T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિકની સફર

- હાર્દિકે ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે 27 રન આપીને 3 વિકેટ લીધી હતી.
- હાર્દિકે ન્યૂયોર્કમાં પાકિસ્તાન સામે 7 રન બનાવ્યા હતા. ત્યારબાદ 24 રનમાં 2 વિકેટ પણ લીધી હતી.
- હાર્દિકે ન્યૂયોર્કમાં અમેરિકા સામે 2 વિકેટ ઝડપી હતી.
- હાર્દિકે અફઘાનિસ્તાન સામે 32 રનની ઇનિંગ રમી હતી.
- હાર્દિકે પહેલા બાંગ્લાદેશ સામે તોફાની રીતે 50* રન બનાવ્યા, પછી એક વિકેટ લીધી.
- હાર્દિકે ઓસ્ટ્રેલિયા સામે 27 રનની અણનમ ઇનિંગ રમી હતી.
- હાર્દિકે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં 23 રન બનાવ્યા હતા.
- હાર્દિકે ફાઇનલમાં 20 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
 

 

    follow whatsapp