IND vs SA ફાઈનલ મેચ પહેલા બાર્બાડોસમાં અત્યારે વરસાદ છે કે નહીં? જુઓ સ્ટેડિયમ બહારનો નજારો

IND vs SA T20 World Cup Final: ટી-20 વર્લ્ડકપ મેચની આજે ફાઈનલ મેચ બાર્બાડોસમાં રમાવાની છે. મેચના એક દિવસ પહેલા બંને ટીમો અહીં પહોંચી ગઈ છે. આ મેચમાં વરસાદનું વિધ્ન આવવાની સંભાવના છે. એવામાં મેચ શરૂ થવાના કલાકો પહેલા આજે  બાર્બાડોસમાં કેવું વાતાવરણ છે? સોશિયલ મીડિયા પર તેના ફોટો અને વીડિયો હાલમાં સામે આવ્યા છે. 

બાર્બાડોસના સ્ટેડિયમની ફાઈલ તસવીર

Barbados Weather

follow google news

IND vs SA T20 World Cup Final: ટી-20 વર્લ્ડકપ મેચની આજે ફાઈનલ મેચ બાર્બાડોસમાં રમાવાની છે. મેચના એક દિવસ પહેલા બંને ટીમો અહીં પહોંચી ગઈ છે. આ મેચમાં વરસાદનું વિધ્ન આવવાની સંભાવના છે. એવામાં મેચ શરૂ થવાના કલાકો પહેલા આજે  બાર્બાડોસમાં કેવું વાતાવરણ છે? સોશિયલ મીડિયા પર તેના ફોટો અને વીડિયો હાલમાં સામે આવ્યા છે. 

આજે બાર્બાડોસમાં વરસાદ છે?

બાર્બાડોસમાં મેચ પહેલા રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે આજે સવારથી વરસાદ બંધ થઈ ગયો છે અને તડકો છે. જેને જોતા હાલની સ્થિતિએ મેચ રમાવાની પ્રબળ સંભાવના છે. સોશિયલ મીડિયા X પર તેના ફોટો અને વીડિયો ફેન્સ દ્વારા પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. વીમલ કુમાર નામના એક ક્રિકેટ ફેન દ્વારા X પર બાર્બાડોસનો વીડિયો પોસ્ટ કરાયો છે તેમાં આકાશ એકદમ સ્વચ્છ દેખાય છે. પોસ્ટમાં તેમણે લખ્યું છે છેલ્લા 8 કલાકથી વરસાદ નથી. 

બાર્બાડોસમાં વાવાઝોડાની સંભાવના 

એક્યુવેધરના અહેવાલ મુજબ, આજે બાર્બાડોસમાં વાદળછાયું વાતાવરણ રહેશે. એટલું જ નહીં, પવન ફૂંકાશે અને તે ભેજવાળો રહેશે. વરસાદ અને વાવાઝોડાની પણ સંભાવના છે. દિવસની શરૂઆતમાં 99% વાદળ છવાયેલા છે અને વાવાઝોડાની 47% શક્યતા છે. તમને જણાવી દઈએ કે મેચ સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યે શરૂ થશે. તે જ સમયે, ભારતમાં આ મેચ રાત્રે 8 વાગ્યાથી જોઈ શકાશે. 

જો મેચના દિવસે વરસાદ પડે તો?

જો વરસાદને કારણે ભારત-દક્ષિણ આફ્રિકા ફાઈનલના દિવસે એટલે કે 29મી જૂને મેચ ન થાય તો ICCએ તેના માટે રિઝર્વ ડે જાહેર કર્યો છે. મતલબ કે વરસાદની સ્થિતિમાં મેચ 30 જૂને રમાશે.

રિઝર્વ દિવસ પણ ધોવાઈ જશે તો શું થશે?

જો વરસાદના કારણે રિઝર્વ ડે એટલે કે 30 જૂને મેચ નહીં રમાય તો બંને ટીમોને T20 વર્લ્ડ કપ 2024ની સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

    follow whatsapp