IND Vs SA: ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાના આ 4 ખેલાડીઓથી રહેવું પડશે સાવધાન

Gujarat Tak

29 Jun 2024 (अपडेटेड: Jun 29 2024 4:09 PM)

T20 World Cup 2024 IND vs SA Final: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ બાર્બાડોસમાં રમાશે. ફાઈનલ મેચ માટે બંને ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે. સાઉથ આફ્રિકાની ટીમે આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા ફાઈનલમાં પહેલીવાર સ્થાન બનાવ્યું છે.

IND vs SA Final

આ 4 ખેલાડીઓથી રહેવું પડશે સાવધાન

follow google news

T20 World Cup 2024 IND vs SA Final: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ બાર્બાડોસમાં રમાશે. ફાઈનલ મેચ માટે બંને ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે. સાઉથ આફ્રિકાની ટીમે આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા ફાઈનલમાં પહેલીવાર સ્થાન બનાવ્યું છે. આવી સ્થિતિમાં આજે ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની સામે સાઉથ આફ્રિકાની ટીમ ટકરાશે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં સાઉથ આફ્રિકાના 4 ખેલાડીઓથી સાવધાન રહેવું પડશે.

આ પણ વાંચો

તબરેઝ શમ્સી

સાઉથ આફ્રિકાના સ્પિન બોલર તબરેઝ શમ્સી આ વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી રહ્યા છે. જેના કારણે સાઉથ આફ્રિકાનું બોલિંગ ડિપાર્ટમેન્ટ ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું છે. તબરેઝ શમ્સીએ અત્યાર સુધીમાં આ ટુર્નામેન્ટમાં 4 મેચમાં 11 વિકેટ લીધી છે. સેમીફાઈનલમાં અફઘાનિસ્તાન સામે શમ્સીએ જોરદારની બોલિંગ કરી હતી. તેમણે આ મેચમાં 3 વિકેટ લીધી હતી. આવી સ્થિતિમાં ભારતીય બેટ્સમેનોએ બોલરથી સાવધાન રહેવું પડશે. 

કાગિસો રબાડા

કાગિસો રબાડા સાઉથ આફ્રિકાના સૌથી ખતરનાક બોલરોમાંથી એક છે. ભારતીય ટીમના બેટ્સમેનની નબળાઈ અને તાકાત રબાડા સારી રીતે જાણે છે. આ વર્લ્ડ કપમાં રબાડા પણ શાનદાર બોલિંગ કરી રહ્યા છે. રબાડા અત્યાર સુધી રમાયેલી 8 મેચમાં 12 વિકેટ પોતાના નામે કરી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને રબાડાથી ખતરો હોઈ શકે છે.

એનરિક નોર્ટજે

સાઉથ આફ્રિકાના બીજા ફાસ્ટ બોલર અનરિક નોર્ટજ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. એનરિક નોર્ટજે પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. પોતાની સ્પીડથી આ ટુર્નામેન્ટમાં એનરિકે વિપક્ષી બેટ્સમનોને ખૂબ જ પરેશાન કર્યા છે. અત્યાર સુધીની આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એનરિક નોર્ટજે 8 મેચમાં 13 વિકેટ ઝડપી ચૂક્યા છે.

માર્કો જેન્સેન

સાઉથ આફ્રિકાના આ સ્ટાર ઓલરાઉન્ડર માર્કો જેન્સેનનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. ખાસ કરીને માર્કોએ બોલિંગ સારી કરી છે. ડાબા હાથના આ બોલર ટીમ ઈન્ડિયાના બેસ્ટેમેનની આકરી પરીક્ષા લઈ શકે છે. 8 મેચોમાં માર્કો જેન્સને 6 વિકેટ લીધી છે.

    follow whatsapp