ગઈકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T-20 વર્લ્ડ કપની ફાઈનલ હતી અને ભારતે બીજી વખત ઈતિહાસ રચ્યો હતો. ભારત બીજી વખત T20 વર્લ્ડ કપ વિજેતા બન્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે વિરાટ કોહલીની 76 રનની ઇનિંગના આધારે 20 ઓવરમાં 176 રન બનાવ્યા હતા. ભારતે 34ના સ્કોર પર રોહિત શર્મા, ઋષભ પંત અને સૂર્યકુમાર યાદવની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી ટીમ ઈન્ડિયાની અક્ષર પટેલ અને વિરાટ કોહલીની જોડીએ શાનદાર વાપસી કરી હતી. મેચ જીત્યા બાદ સમગ્ર દેશ નાચવા લાગ્યો હતો, ત્યારે વિરાટ અને અન્ય ખેલાડીઓ પણ પોતાની ખુશી પર કાબુ રાખી શક્યા ન હતા.
ADVERTISEMENT
અર્શદીપ અને કોહલીએ કર્યો ડાન્સ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે વિરાટ કોહલીને જમીન પર જ દલેર મહેંદીના ગીત પર અર્શદીપ સાથે ડાન્સ કરતા જોઈ શકો છો. જ્યાં બંને દેશી સ્ટાઈલમાં ડાન્સ કરી રહ્યાં છે, બાકીની ટીમ બંનેને ચીયર કરી રહી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે, જેના પર લોકો તરફથી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. જીત બાદ બંનેનો શાનદાર ડાન્સ જોવા જેવો છે.
દલેર મહેંદીએ કહ્યું- પ્રાઉડ પ્રાઉડ પ્રાઉડ
આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'ચક દે ફટ્ટે દિલ જીત લિયા'. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે, 'આ દિવસો પછી યાદ આવશે'. તો બીજાએ લખ્યું, 'બસ આ જ જુસ્સાની જરૂર છે'. તો દલેર મહેંદીએ પોતે આ વીડિયો પર કોમેન્ટ કરી અને લખ્યું, 'ક્યા જીત હે ટીમ ઈન્ડિયા. પ્રાઉડ પ્રાઉડ પ્રાઉડ. બધાઈ ચેમ્પ્સ'.
ADVERTISEMENT