BCCI એ 2024-25 માટે ભારતીય ટીમના શેડ્યૂલની કરી જાહેરાત, 3 ટીમ સાથે જોવા મળશે કાંટાની ટક્કર

Gujarat Tak

20 Jun 2024 (अपडेटेड: Jun 20 2024 6:30 PM)

Team India International Home Schedule: ભારતીય ક્રિકેટ ટીમ આગામી 5 મહિના (સપ્ટેમ્બર 2024 થી ફેબ્રુઆરી 2025 સુધી) ઘરઆંગણે ધમાલ મચાવશે.

BCCI Schedule

BCCI Schedule

follow google news

Team India International Home Schedule: ભારતીય ક્રિકેટ ટીમ આગામી 5 મહિના (સપ્ટેમ્બર 2024 થી ફેબ્રુઆરી 2025 સુધી) ઘરઆંગણે ધમાલ મચાવશે. સૌ પ્રથમ બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને પછી ઈંગ્લેન્ડ સામેની મેચ યોજવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ અંગે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. બાંગ્લાદેશ સામેની બંને શ્રેણી 19 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી રમાશે. આ પછી ન્યૂઝીલેન્ડની ટીમ ઓક્ટોબરમાં ભારતની મુલાકાતે આવશે. આ સમયગાળા દરમિયાન, બંને ટીમો વચ્ચે 3 ટેસ્ટ મેચોની શ્રેણી હશે, જે 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી ચાલશે.

આ પણ વાંચો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 ODI મેચ 

ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરીમાં ભારતનો પ્રવાસ કરશે. આ સમયગાળા દરમિયાન, પહેલા બંને ટીમો વચ્ચે 5 T20 મેચોની શ્રેણી રમાશે. ત્યારબાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 ODI મેચ પણ રમાશે. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે આ બંને શ્રેણી 22 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી રમાશે.

દિલ્હી-કોલકાતાને ટેસ્ટનું હોસ્ટિંગ મળ્યું નથી

આ 5 મહિના દરમિયાન, ભારતીય ટીમ તેની તમામ 5 ટેસ્ટ મેચ ચેન્નાઈ, કાનપુર, બેંગલુરુ, પુણે અને મુંબઈમાં રમશે. એટલે કે દિલ્હી-કોલકાતાને ટેસ્ટનું હોસ્ટિંગ મળ્યું નથી. ત્રણેય શ્રેણી દરમિયાન દિલ્હી અને કોલકાતામાં માત્ર એક જ T20 મેચ રમાશે. બાંગ્લાદેશ સામેની મેચ 9 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે. જ્યારે કોલકાતામાં 25 જાન્યુઆરીએ ઈંગ્લેન્ડ સામે ટી-20 મેચ રમાશે.

    follow whatsapp