India vs Zimbabwe 1st T20I Score: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 6 જુલાઈના રોજ હરારેમાં રમાઈ હતી. આ મેચમાં યજમાન ઝિમ્બાબ્વેનો 13 રને વિજય થયો હતો. આ મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 116 રનનો ટાર્ગેટ હતો. પરંતુ તે આ નાના લક્ષ્યને પણ હાંસલ કરી શકી ન હતી. ભારતીય ટીમ 19.5 ઓવરમાં 102 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે સામે T 20માં ભારતીય ટીમની આ માત્ર ત્રીજી હાર હતી.
ADVERTISEMENT
શુભમન ગિલની કેપ્ટનશિપમાં રમી હતી મેચ
તમને જણાવી દઈએ કે T20 ઈન્ટરનેશનલમાંથી રોહિત શર્મા અને વિરાટ કોહલીના સંન્યાસ બાદ ભારતીય ટીમની આ પ્રથમ મેચ હતી. આ ઉપરાંત, T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ભારતની આ પ્રથમ મેચ હતી. આ શ્રેણી માટે હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં શુભમન ગિલ આ શ્રેણીની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
ઝિમ્બાબ્વેએ નવ વિકેટે 115 રન બનાવ્યા
આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ નવ વિકેટે 115 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે માટે ક્લાઈવ મદંડેએ 29 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 25 બોલનો સામનો કર્યો અને ચાર ચોગ્ગા ફટકાર્યા. આ સિવાય ડીયોન માયર્સે 23 રન, બ્રાયન બેનેટે 22 રન અને વેસ્લી માધવેરે 21 રનનું યોગદાન આપ્યું હતું. આ ચાર સિવાય કોઈ બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્યો નહોતો. ભારત તરફથી સ્પિનર રવિ બિશ્નોઈએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. આ મેચ દ્વારા અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને રેયાન પરાગે ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું છે. IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે શાનદાર પ્રદર્શન કરનાર અભિષેક શર્મા અને રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમતા રેયાન પરાગને પ્રથમ વખત ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. આ શ્રેણી માટે હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી રમવા આવતા વર્ષે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે? સામે આવી મોટી અપડેટ
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે હેડ ટુ હેડ
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે અત્યાર સુધીમાં 8 T20 મેચ રમાઈ છે. આ 8 મેચોમાંથી ભારતે 6માં જીત મેળવી છે જ્યારે ઝિમ્બાબ્વે 2 મેચોમાં વિજયી બન્યું છે. બંને દેશો વચ્ચે કુલ 66 ODI મેચ રમાઈ છે જેમાં ભારત 54 વખત જીત્યું છે, ઝિમ્બાબ્વે 10 વખત જીત્યું છે અને 2 મેચ ટાઈ રહી છે. જ્યારે કુલ 11 ટેસ્ટ મેચોમાં ભારત 7 વખત જીત્યું છે, ઝિમ્બાબ્વે 2 વખત જીત્યું છે અને 2 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે.
ભારતીય ટીમના પ્લેઈંગ-11: શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, રૂતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર.
ઝિમ્બાબ્વેની પ્લેઈંગ-11: વેસ્લી માધવેરે, ઈનોસન્ટ કૈયા, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મડાન્ડે (વિકેટકીપર), વેલિંગ્ટન મસાકાડઝા, લ્યુક જોંગવે, બ્લેસિંગ મુઝારાબાની, ટેન્ડાઈ ચતારા.
ADVERTISEMENT