India vs Zimbabwe: ટીમ ઈન્ડિયાના ફ્લોપ શૉ બાદ ગિલ એક્શનમાં! પ્લેઈંગ-11 માં થશે મોટા ફેરફાર

Gujarat Tak

• 01:12 PM • 07 Jul 2024

India vs Zimbabwe 2nd T20 Playing XI: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ આજે (7 જુલાઈ) હરારેમાં રમાશે.

India vs Zimbabwe

India vs Zimbabwe

follow google news

India vs Zimbabwe 2nd T20 Playing XI: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ આજે (7 જુલાઈ) હરારેમાં રમાશે. ભારતીય ટીમને યજમાન ઝિમ્બાબ્વેએ પ્રથમ T20માં 13 રને પરાજય આપ્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય આ મેચ જીતીને શ્રેણીમાં જોરદાર વાપસી કરવાનો છે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 4.30 વાગ્યાથી રમાશે. આ મેચ માટે ચાહકોની નજર બંને ટીમોના પ્લેઈંગ 11 પર પણ રહેશે.

આ ખેલાડી ડેબ્યૂ કરી શકે છે

ભારતીય ફાસ્ટ બોલર હર્ષિત રાણા આ મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી શકે છે. હર્ષિતને પ્રથમ બે મેચ માટે જ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે, તેથી ટીમ મેનેજમેન્ટ ચોક્કસપણે તેને તક આપવા માંગશે. હર્ષિત નીચલા ક્રમમાં પણ ઉપયોગી બેટિંગ કરી શકે છે, તેથી તે આ મેચમાં ટીમ માટે એક્સ-ફેક્ટર સાબિત થઈ શકે છે. હર્ષિત રમવાના કિસ્સામાં મુકેશ કુમાર કે અવેશ ખાને બહાર રહેવું પડી શકે છે. રિયાન પરાગ, અભિષેક શર્મા અને ધ્રુવ જુરેલ પોતાની ડેબ્યુ મેચમાં ફ્લોપ રહ્યા હતા. જો કે આ ત્રણેયને આ મેચમાં પણ તક મળે તેવી શક્યતા છે. બીજી તરફ ઝિમ્બાબ્વેની પ્લેઈંગ-11માં કોઈ ફેરબદલની કોઈ શક્યતા નથી.

યુવા ક્રિકેટરનો ફ્લોપ શો 

કેપ્ટન શુભમન ગિલ બીજી ટી20 મેચમાં અભિષેક શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરે તેવી શક્યતા છે. અભિષેક પ્રથમ ટી20માં ખાતું પણ ખોલી શક્યો ન હતો. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે. જ્યારે રિયાન પરાગ ચોથા અને રિંકુ સિંહ પાંચમા નંબર પર આવી શકે છે. લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈ અને સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ આ મેચમાં સારું પ્રદર્શન કરવા ઈચ્છશે. બીજી તરફ ઝિમ્બાબ્વેએ પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ઘરઆંગણે પ્રશંસકોને ઉજવણીનો મોકો આપ્યો હતો. IPLમાં પંજાબ કિંગ્સ (PBKS) તરફથી રમતા સિકંદર રઝા આ મેચમાં પણ ભારત માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે. રઝાએ પ્રથમ T20માં ત્રણ વિકેટ લઈને ભારતીય ટીમને હાર તરફ ધકેલી દીધી હતી.

બીજી T20માં ભારતના સંભવિત પ્લેઈંગ-11: શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, રુતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, હર્ષિત રાણા, ખલીલ અહેમદ.

બીજી T20માં ઝિમ્બાબ્વેના સંભવિત પ્લેઈંગ-11: વેસ્લી માધવેરે, ઈનોસન્ટ કૈયા, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મડાન્ડે (વિકેટકીપર), વેલિંગ્ટન મસાકાડઝા, લ્યુક જોંગવે, બ્લેસિંગ મુઝારાબાની, ટી.

ભારતીય ટીમનો ઝિમ્બાબ્વે પ્રવાસ (જુલાઈ 2024)

6 જુલાઈ - 1લી T20, હરારે
7 જુલાઈ - બીજી T20, હરારે
10 જુલાઈ- 3જી ટી20, હરારે
13 જુલાઈ- 4થી T20, હરારે
14 જુલાઈ - 5મી T20, હરારે
 

    follow whatsapp