ગંભીરના કોચ બનતા જ ટીમ ઈન્ડિયામાં થશે મોટા ફેરફાર... આ 5 દિગ્ગજ ક્રિકેટરો થઈ શકે બહાર!

Gujarat Tak

• 05:12 PM • 19 Jun 2024

Gautam Gambhir New Head Coach: ગૌતમ ગંભીર ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બની શકે છે. આ અંગે બીસીસીઆઈએ 18 જૂને ગંભીરનો ઈન્ટરવ્યુ પણ લીધો હતો. અહેવાલો અનુસાર, ગૌતમ ગંભીરના કોચ બનવા માટે કેટલીક શરતો હતી, જેને BCCIએ સ્વીકારી લીધી છે.

ગૌતમ ગંભીર

Gautam Gambhir

follow google news

Gautam Gambhir New Head Coach: ગૌતમ ગંભીર ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બની શકે છે. આ અંગે બીસીસીઆઈએ 18 જૂને ગંભીરનો ઈન્ટરવ્યુ પણ લીધો હતો. અહેવાલો અનુસાર, ગૌતમ ગંભીરના કોચ બનવા માટે કેટલીક શરતો હતી, જેને BCCIએ સ્વીકારી લીધી છે. સૌથી મોટો સવાલ એ છે કે જો ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બને છે તો ભારતીય ટીમમાં કેટલો બદલાવ આવશે અને વર્તમાન કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનું આગળ શું થશે?

આ પણ વાંચો

ગંભીર ટીમમાં કરશે ફેરફાર!

વાસ્તવમાં ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ વનડે અને ટેસ્ટ સિવાય સૌથી વધુ ફેરફાર T20 ટીમમાં જોવા મળશે. ફેન્સ આ ફેરફારો ઝિમ્બાબ્વે સાથેની ટી20 શ્રેણી દરમિયાન જ જોઈ શકશે. ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે ઘણા યુવા ખેલાડીઓ ડેબ્યૂ કરી શકે છે. ગૌતમ ગંભીરનું પહેલું ધ્યાન યુવા ટીમ ઈન્ડિયાના નિર્માણ પર રહેશે. તે જ સમયે, સીનિયર ખેલાડીઓ ટી20 ટીમમાંથી બહાર થઈ શકે છે.

સીનિયર ખેલાડીઓનું શું થશે?

પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાનું કહેવું છે કે, જો ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ બનશે તો ભારતના સિનિયર ખેલાડીઓ માટે ઘણું બદલાઈ જશે. ગંભીર માટે આ ખૂબ જ રસપ્રદ કાર્યકાળ બની રહ્યો છે. ટીમમાં ફેરફાર કરવો ગંભીર માટે પણ આસાન નથી. રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન જેમની ઉંમર 30, 35 અને 37 વર્ષની વચ્ચે છે. આવી સ્થિતિમાં ટી20 ક્રિકેટમાં તેમની ભૂમિકા ઓછી થઈ શકે છે.

આ નવા ખેલાડીઓ ટીમમાં મળશે તક!

BCCIના એક સૂત્રએ PTIને જણાવ્યું કે, બોર્ડ યુવા ખેલાડીઓન સામેલ કરી શકે છે. તેમાંથી ઘણા ખેલાડીઓએ IPL 2024માં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. સૂત્ર મુજબ, NCAમાં મોટાભાગના એવા ક્રિકેટર છે, જેમણે IPLમાં સારું પ્રદર્શન કર્યું છે અને ઝિમ્બાબ્વે જઈ શકે છે. તેમાં અભિષેક શર્મા, રિયાન પરાગ, મયંક યાદવ, હર્ષિક રાણા, નીતિશ રેડ્ડી, વિજયકુમાર વૈશાક, યશ દયાળ સામેલ છે. ખબર છે કે શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં શ્રેયસ અય્યરનું કમબેક થઈ શકે છે.

    follow whatsapp