ગુજરાતમાં મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ! આ રીતે ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ

ADVERTISEMENT

vapi-railway-station
વાપી રેલવે સ્ટેશન
social share
google news

Vapi Railway Track : વાપી રેલવે સ્ટેશન નજીક મંગળવારે મોડી રાત્રે કોઈ ટીખળખોરે રેલવે ટ્રેક પર સિમેન્ટનો થાંભલો મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રેલવે વિભાગને સમયસૂચકતાથી આ અંગેની માહિતી મળતા જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ટ્રેક પર મૂકેલા સિમેન્ટના થાંભલાને હટાવી દીધા હતા. જો સમયસર ટ્રેક પરથી ભારે પથ્થર હટાવવામાં ન આવ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

આજે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ પોલ અહીંયા કોને મૂક્યો?? અને શું ઈરાદથી આ ષડયંત્ર કરવામાં આવ્યું હતું?? તે અંગે પણ હવે રેલવે પોલીસ સહિતના એજન્સીઓએ આ અંગે તપાસ શરૂ કરી છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ આજે સ્થળ પર પહોંચ્યા હતા અને સંબંધિત વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા. અગાઉ પણ વલસાડ જિલ્લામાં રેલ્વે ટ્રેક પર આ રીતે આડસો મૂકી અને ટ્રેન ઉથલાવી મારવાના પ્રયાસોની ઘટના સામે આવી ચૂકી છે. 

શું આવી કાર્યવાહી કોઈ મોટું કાવતરું છે?

બુધવારે રેલવે વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી લીધી. તે સિમેન્ટનો થાંભલો રેલવે ટ્રેક સુધી કેવી રીતે પહોંચ્યો? કોણે રાખ્યું હશે? અને શું આવી કાર્યવાહી કોઈ મોટા કાવતરાના ભાગરૂપે કરવામાં આવી હતી? આ અંગે માહિતી એકઠી કરવા માટે રેલ્વે વહીવટીતંત્ર અને રેલ્વે પોલીસ સહિત અન્ય એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ આજે ઘટના સ્થળે પહોંચીને વલસાડ જિલ્લાના રેલવે ટ્રેકને સુરક્ષિત રાખવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માહિતી આપી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ અગાઉ પણ બની ચૂકી છે આવી ઘટના

આપને જણાવી દઈએ કે, જિલ્લામાં રેલ્વે ટ્રેક પર બેરીકેટ લગાવીને ટ્રેન ઉથલાવવાના પ્રયાસની ઘટનાઓ આ અગાઉ પણ બની ચુકી છે. પરંતુ, અગાઉની ઘટનાઓમાં પણ રેલવે વિભાગ આવા ષડયંત્રોને રોકવામાં સફળ રહ્યું હતું, જેના કારણે કોઈ મોટી ઘટના બની ન હતી. પરંતુ આવી ઘટનાઓનું વારંવાર બનવું એ રેલવે પ્રશાસન માટે સંકેત છે. તેથી મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT