ગુજરાતમાં મેઘો મુશળધારઃ સુરેન્દ્રનગરના ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લો, આટલા ગામોને કરાયા એલર્ટ

ADVERTISEMENT

Gujarat Rain Update
સુરેન્દ્રનગરમાં મેઘરાજાની જમાવટ
social share
google news

Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસું એક્ટિવ થઈ ગયું છે અને મેઘરાજા રાજ્યના કેટલાક વિસ્તારોમાં પોતાનો હેત વરસાવી રહ્યા છે, તો બીજી બાજુ હવામાન વિભાગની અને હવામાન નિષ્ણાંતોની આગાહી પણ સાચી પડી છે. ગુજરાતમાં વાવાણીલાયક વરસાદ થતાં ખેડૂતો પણ ખુશ-ખુશ થઈ ગયા છે. ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પગલે નદીમાં નવા નીરની આવક થઈ છે. તો કેટલાક ડેમ પણ ઓવરફ્લો થયા છે. જેથી નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વાંસલ ડેમ છલોછલ ભરાયો 

સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ચૂડા તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે વાંસલ ડેમ છલોછલ થઈ ગયો છે. જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. તો નીચણવાળા ગામોને એલર્ટ કરાયા છે. 

ચુડા અને ગોખરવાળા ગામના લોકોને કરાયા એલર્ટ 

ઉપરવાસના વરસાદને લીધા હાલ ચુડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે. આથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ચુડા અને ગોખરવાળા ગામના લોકોને એલર્ટ કરાયા છે. સાથે જ અહીંના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા માટે વાંસલ ડેમના સેક્શન ઓફિસરે જણાવ્યું છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

વિસાવદરમાં સૌથી વધારે વરસાદ

ગુજરાતમાં સવારના 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં મેઘરાજાએ વિસાવદરમાં ધમાકેદાર બેટિંગ કરી છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના 59 તાલુકાઓમાં વરસાદ નોધાયો છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT