AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, T20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચ્યું, ઓસ્ટ્રેલિયા બહાર

ADVERTISEMENT

AFG vs BAN
ફાઈલ તસવીર
social share
google news

AFG vs BAN T20 World Cup 2024 Score Highlights: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8 તબક્કાની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો. બંને ટીમો વચ્ચેની આ ભીષણ મેચ કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશને 8 રને (DLS નિયમ)થી હરાવીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. અફઘાનિસ્તાન હવે ત્રિનિદાદમાં 27 જૂને સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

અફઘાનિસ્તાનની ટીમ 2010થી T20 વર્લ્ડ કપ રમી રહી છે, હવે 2024માં તેણે પહેલીવાર T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. જે હાલમાં આ ફોર્મેટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

બાંગ્લાદેશને આ મેચ જીતવા માટે 114 (DLS)નો ટાર્ગેટ હતો. પરંતુ 'પ્લેયર ઓફ ધ મેચ' નવીન ઉલ હકે સતત 2 વિકેટ લઈને મેચ અફઘાન ટીમની તરફેણમાં ફેરવી દીધી હતી. નવીન ઉલ હક અને રાશિદ ખાને 4-4 વિકેટ લઈને અફઘાનિસ્તાનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે બાંગ્લાદેશ તરફથી ઓપનર બેટ્સમેન લિટન દાસ (54 અણનમ) અંત સુધી અણનમ રહ્યો હતો.

ADVERTISEMENT

નવીન ઉલ હકની ઓવર અને છેલ્લી ઓવરનો રોમાંચ

છેલ્લી 2 ઓવરમાં બાંગ્લાદેશને જીતવા માટે 12 રનની જરૂર હતી, 8 વિકેટ પડી ગઈ હતી. બાંગ્લાદેશનો સ્કોર 102/8 હતો. નવીન ઉલ હક 18મી ઓવર નાખવા આવ્યો હતો. આ ઓવરમાં તસ્કીન અહેમદને નવીને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ પછી બીજા જ બોલ પર મુસ્તાફિઝુર રહેમાનને આઉટ કરીને બાંગ્લાદેશની જીતની આશા ખતમ થઈ ગઈ.

આ રીતે બાંગ્લાદેશ અને ઑસ્ટ્રેલિયાની આશાઓ સમાપ્ત થઈ ગઈ છે

સેમીફાઈનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશને 12.1 ઓવરમાં 116 રનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો હતો. જોકે મેચમાં હાર સાથે જ તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું. તો અફઘાનિસ્તાન માટે આ મેચ જીતવી ખૂબ મહત્વપૂર્ણ હતી. અફઘાનિસ્તાનની જીતને કારણે, ઓસ્ટ્રેલિયાની ટીમ પણ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

ADVERTISEMENT

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

અફઘાનિસ્તાને 115 રન બનાવ્યા હતા

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને પાંચ વિકેટે 115 રન બનાવ્યા હતા. અફઘાન ટીમની શરૂઆત ઘણી ધીમી રહી હતી. ઈબ્રાહિમ ઝદરાન અને રહેમાનુલ્લા ગુરબાઝે 10.4 ઓવરમાં 54 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન ગુરબાઝ અને ઝદરાન પાવરપ્લેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. લેગ સ્પિનર ​​રિશાદ હુસૈને ઝદરાનને આઉટ કરીને આ પાર્ટનરશીપનો અંત કર્યો હતો. શરૂઆતની ભાગીદારી તૂટ્યા બાદ અફઘાનિસ્તાને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. અઝમતુલ્લા ઉમરઝાઈ (10), ગુલબદ્દીન નાયબ (4) અને મોહમ્મદ નબી (1)એ બેટિંગમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું.

ADVERTISEMENT

રિશાદ હુસૈને શાનદાર બોલિંગ કરી હતી

અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લા ગુરબાઝે 55 બોલમાં 43 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ઈબ્રાહિમ ઝદરાને 29 બોલમાં 1 ફોરની મદદથી 18 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન રાશિદ ખાને 10 બોલમાં ત્રણ સિક્સરની મદદથી અણનમ 19 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી રિશાદ હુસૈને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે મુસ્તફિઝુર રહેમાન અને તસ્કીન અહેમદને એક-એક સફળતા મળી.

    follow whatsapp

    ADVERTISEMENT