Gandhinagar News: વાલીઓનો હવે આટલો ખર્ચો બચી જશે! રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

ADVERTISEMENT

Gandhinagar News
Gandhinagar News
social share
google news

Gandhinagar News: વેકેશન ખૂલતાંની સાથે વાલીઓ પર પુસ્તકો, યુનિફોર્મથી લઈને સ્ટેશનરીની તમામ વસ્તુઓના ખર્ચા વધી જાય છે. એવામાં ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે શાળાઓમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયના આધારે રાજ્યની તમામ ખાનગી શાળાઓએ હવે NCERT અથવા GCERT દ્વારા મંજૂર કરાયેલા પુસ્તકોનો જ ઉપયોગ કરવો પડશે. આ ઠરાવ ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ અને રાજ્યના અન્ય માન્ય બોર્ડ સાથે સંકળાયેલી તમામ ખાનગી શાળાઓને લાગુ પડે છે. જો આ ઠરાવને માનવામાં નહીં આવે તો તેના પર  કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ એક્ટ હેઠળ નિયમનું પાલન કરવું પડશે

RTI એક્ટ 2009 હેઠળ વ્યાખ્યાયિત તમામ કેન્દ્રિય શાળાઓ અને CBSE શાળાઓએ NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) અથવા SCERT (સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) દ્વારા નિર્ધારિત અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિનું પાલન કરવું પડશે. 

શૈક્ષણિક સામગ્રીને મહત્વનો નિર્ણય

શાળાઓએ ફક્ત તે શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરી શકે છે જે તેમની માન્યતા મુજબ નિયત શૈક્ષણિક સત્તામંડળ દ્વારા મંજૂર કરવામાં આવી હોય. માન્યતા વગરના પાઠ્યપુસ્તકો, માર્ગદર્શિકાઓ, સ્વાધ્યાય પોથીઓ, નિબંધમાળાઓ અને અન્ય શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ શાળાઓમાં પ્રતિબંધિત છે. શાળાઓએ ફક્ત તે શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરી શકે છે જે શૈક્ષણિક સત્તામંડળ દ્વારા અધિકૃત કરવામાં આવેલ હોય અને શૈક્ષણિક સત્તાધિકારી દ્વારા મંજૂર કરવામાં આવેલ હોય. શાળાઓએ ફક્ત તે શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરી શકે છે જે શૈક્ષણિક સત્તામંડળ દ્વારા અધિકૃત કરવામાં આવેલ હોય અને શૈક્ષણિક સત્તાધિકારી દ્વારા મંજૂર કરવામાં આવેલ હોય.

આ પણ વાંચો

ADVERTISEMENT

વાલીઓને હવે વધારાના ખર્ચમાંથી મળશે મુક્તિ!

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે, કેટલી શાળાઓમાં સરકાર માન્ય પુસ્તકો સિવાય પણ કેટલાક ખાનગી પુસ્તકોનો ખર્ચ કારવવામાં આવતો હતો, જે હવે આ પ્રકારના નિર્ણય બાદ બચી જશે. કારણ કે શાળા હવે વધારાના કોઈ ખાનગી પુસ્તકો લેવડાવી શકશે નહીં અને ખર્ચની વાત કરવામાં આવે તો અંદાજે વાલીઓના ખિસ્સામાઠી વધારાના 2000-3000 ના વધારાના ખર્ચમાંથી મુક્તિ મળી શકશે.   

    follow whatsapp

    ADVERTISEMENT