Crime News: MPથી પ્રેમી સાથે ભાગેલી મહિલાની મોરબીથી મળી લાશ, એક ટૈટૂથી કેવી રીતે હત્યારા સુધી પહોંચી પોલીસ?
Morbi Crime News: મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં મહિલાઓ દ્વારા પોતાના હાથ પર ભાઈઓના નામ લખાવવાની પરંપરાએ મોરબી પોલીસને પરિણીત મહિલાની હત્યાનો ભેદ ઉકેલવામાં ઘણી મદદ કરી. 10 જૂનના રોજ રાજકોટના લીલાપર વિસ્તારમાં પોલીસને મહિલાનો મૃતદેહ નહેરની નીચેથી મળી આવ્યો હતો.
ADVERTISEMENT
Morbi Crime News: મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં મહિલાઓ દ્વારા પોતાના હાથ પર ભાઈઓના નામ લખાવવાની પરંપરાએ મોરબી પોલીસને પરિણીત મહિલાની હત્યાનો ભેદ ઉકેલવામાં ઘણી મદદ કરી. 10 જૂનના રોજ રાજકોટના લીલાપર વિસ્તારમાં પોલીસને મહિલાનો મૃતદેહ નહેરની નીચેથી મળી આવ્યો હતો. મૃતદેહના ડાબા હાથ પર સુનીલા અને 'ભુરુભાઈ'ના નામ સાથે એક મોરનું ટૈટૂ બનેલું હતું. તેમના જમણા હાથ પર વીંછીનું ટૈટૂ બનેલું હતું. પોલીસે આ અંગે ત્યાંના કેટલાક શ્રમિકોની પૂછપરછ કરી. પોલીસને જાણવા મળ્યું કે મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં બાળપણથી જ મહિલાઓ પોતાના હાથ પર ભાઈઓના નામનું ટૈટૂ કરાવે છે (ભાઈઓના નામ મહિલાઓ પોતાના હાથ પર લખાવે છે).
પોલીસને મહિલાના પતિનો આવ્યો ફોન
તપાસ અધિકારી એચ.એ.જાડેજાએ ધાર, અલીરાજપુર અને ઝાબુઆ જિલ્લાના ગામના આગેવાનો સાથે સંપર્ક કર્યો અને આ અંગે માહિતી મેળવી. એચ.એ જાડેજાએ તેમની સાથે એક પ્રેસ નોટ અને ટૈટૂની તસવીરો પણ શેર કરી. જે બાદ જાડેજાને ઝાબુઆ જિલ્લાના એક ગામમાંથી મૌલેશ નામના વ્યક્તિનો ફોન આવ્યો. તેણે પોતાનો પરિચય મૃતકના પતિ તરીકે આપ્યો. તેણે 14 મેના રોજ તેની પત્નીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
મહિલાના પતિએ કર્યો ખુલાસો
મૌલેશે એ પણ ખુલાસો કર્યો હતો કે તેની પત્ની કુલસિંગ ઉર્ફે ઇદલુ ઉર્ફે રાજુ રાઠવા (30) નામના એક શખ્સ સાથે ભાગી ગઈ હતી. પોલીસે વાંકાનેરના વાંકીયા ગામેથી કુલસિંગની ધરપકડ કરી. પોલીસે તેની કડક પૂછપરછ કરી ત્યારે તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી. કુલસિંગે પોલીસે જણાવ્યું કે મોરબીમાં બંનેનો ઝઘડો થયો હતો. મૃતકે આત્મહત્યા કરીને તેને ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી તે ડરી ગયો હતો અને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.
ADVERTISEMENT
યુટ્યુબ પર સમાચાર સર્ચ કર્યા
અભણ હોવા છતાં કુલસિંગે યુટ્યુબ પર મૃતદેહના સમાચાર સર્ચ કર્યા હતા. પોલીસને તેની સર્ચ હિસ્ટ્રીમાં 'લીલાપર હત્યા', 'લીલાપર કાંડ' અને 'લીલાપર નહેર' જેવા કીવર્ડ મળ્યા છે. મધ્યપ્રદેશની સ્થાનિક પરંપરાને કારણે આ કેસ ઉકેલાયો. ટૈટૂ દ્વારા પોલીસ મૃતકની ઓળખ કરવામાં અને તેના પરિવાર સુધી પહોંચવામાં સફળ રહી.
ADVERTISEMENT