Gandhinagar News: બોલો લ્યો...ફિલ્મી ઢબે સરકારી બાબુનું અપહરણ, પોલીસ પણ ચકરાવે ચડી!

ADVERTISEMENT

Gandhinagar News
Gandhinagar News:
social share
google news

Gandhinagar News:  રાજ્યમાં અનેક વખત ખંડણી અને અપહરણના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, પણ હાલ એક એવો ગજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો કે જેનાથી ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગર નજીકથી એક ક્લાસ વન અધિકારીનું જ ફિલ્મી રીતથી અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. અધિકારી પાસે 25 લાખની ખંડણી માગવામાં આવી હતી. 

સરકારી કર્મચારીનું અપરહણ કેવી રીતે થયું?

સરકારી કર્મચારી આર કે વસાવાનું ગાંધીનગર ગિયોડ ખાતે અપરહણ કરવામાં આવ્યું હતું. આર કે વસાવા પાલનપુર ખાતે ઉધોગ વિભાગમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. સરકારી અધિકારી જૂન માસના અંતમાં નિવૃત થયાના છે. કર્મચારીનો આક્ષેપ ગાંધીનગરમાં રહેતા કોઈ રોહિત ઠાકોર અને બુધા ભરવાડ શખ્સ દ્રારા આપવામાં ધમકી આવતી હતી. તેઓ આજે બપોરેના સમયે કામથી હિંમતનગર જઈ રહ્યા હતા ત્યારે ગાંધીનગર પાસેથી તેમનું અપહરણ કર્યું હતું. ક્લાસ વન અધિકારીનું અપહરણ થતાં પોલીસ એલર્ટ મોડમાં આવી હતી. અપહરણ કરનારાઓ તેમને વિજાપુર-માણસા તરફ ગયા હતા. પોલીસે તેમનો પીછો કરીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન અપહરણ  કાર સાથે પોલીસની કારની ટક્કર વાગી હતી. આ દરમિયાન ખાનગી ગાડીમાં ત્રણ આરોપીઓ હતા જેમાં મુખ્ય આરોપી બુઘો ભરવાડ છે.

MPથી પ્રેમી સાથે ભાગેલી મહિલાની મોરબીથી મળી લાશ, એક ટૈટૂથી કેવી રીતે હત્યારા સુધી પહોંચી પોલીસ?

શા માટે થયું હતું અપહરણ?

મળતી જાણકારી અનુસાર, મદદનીશ ઉધોગ કમિશનર પાંચ દિવસ બાદ નિવૃત થઇ રહ્યા છે અને તેમની વિરૂદ્ધ ખાતાકીય તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગયો હતો અને અપહરણ થયું હતું તે ટૂંક સમયમાં પોલીસ તપાસમાં બહાર આવશે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

(ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર)
  

    follow whatsapp

    ADVERTISEMENT