Virat Kohli vs England: હાલ સુધી T20 વર્લ્ડ કપ 2024 માં વિરાટ કોહલીનું બેટ શાંત છે. વિરાટ પહેલી 6 ઇનિંગ્સમાં માત્ર 66 રન જ બનાવી શક્યો હતો. આ સમયગાળા દરમિયાન, તેણે માત્ર બે વખત ડબલ ડિજિટનો આંકડો પાર કર્યો છે. તે બે વખત શૂન્યના સ્કોર સાથે પણ પેવેલિયન પરત ફર્યો છે. પરંતુ તેના ખરાબ ફોર્મ છતાં ઇંગ્લેન્ડ કેમ્પમાં તેનો ડર સતાવી રહ્યો છે. ઇંગ્લિશ હેડ કોચ મેથ્યુ મોટે તેના માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. તેમના કહેવા પ્રમાણે, વિરાટે પોતાની જાતને સાબિત કરી છે અને તે મોટી મેચોમાં ખતરનાક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
ઇંગ્લેન્ડની છાવણી વિરાટથી ડરી રહી છે
T20 વર્લ્ડ કપ 2024માં નંબર 3 પર રમવાને બદલે વિરાટ કોહલી રોહિત શર્મા સાથે ઓપનિંગની જવાબદારી નિભાવી રહ્યો છે. પરંતુ આ ટૂર્નામેન્ટમાં તેનું બેટ રંગ દેખાડી શક્યું નથી. જોકે ઈંગ્લેન્ડ સામે તેના આંકડા શાનદાર છે. આ જ કારણ છે કે ઈંગ્લિશ ટીમના કોચ તેને લઈને ચિંતિત છે. સેમિફાઇનલ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું કે, વિરાટે ખૂબ જ લાંબા સમયથી પોતાનો ક્લાસ સાબિત કર્યો છે અને તે એવા ખેલાડીઓમાંથી એક છે જેમના માટે અમે સારી તૈયારી કરી છે. અમે જાણીએ છીએ કે તે કેવી રીતે રમી શકે છે. અમે જાણીએ છીએ કે તે કેટલો ખતરનાક બની શકે છે અને અમે તેની રમતની સમજ પણ જાણીએ છીએ. જો રમત અલગ પ્રકારની ઇનિંગ્સની માંગ કરે છે, તો તેની પાસે તે કુશળતા છે.
મેચ પહેલા ગયાનામાં ભારે વરસાદ, ઈંગ્લેન્ડ ટેન્શનમાં, ICC પર ભડક્યો પૂર્વ ક્રિકેટરે
ઈંગ્લેન્ડ સામે કોહલીના આંકડા
વિરાટ કોહલીએ ઈંગ્લિશ ટીમ સામે 20 મેચમાં 39.94ની એવરેજથી 639 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 135.67 રહ્યો છે. ઈંગ્લેન્ડ સામે આ ફોર્મેટમાં કોહલીના નામે 5 અડધી સદી પણ છે. વિરાટે T20 ઈન્ટરનેશનલની 123 મેચમાં કુલ 4103 રન બનાવ્યા છે. આ યાદીમાં તે 4165 રન બનાવનાર રોહિત શર્મા અને 4145 રન બનાવનાર બાબર આઝમ પછી ત્રીજા સ્થાને છે.
આ સિવાય કોહલીનું સેમિફાઇનલમાં પરફોર્મન્સ
કોહલીએ અત્યાર સુધીમાં ત્રણ સેમિફાઇનલ મેચ રમી છે જેમાં તેને ખૂબ જ સારું પરફોર્મન્સ બતાવ્યું છે, તેણે ત્રણ સેમિફાઇનલ મેચમાં કુલ 211 રન બનાવ્યા છે.
ADVERTISEMENT