T20 World Cup: ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. 11 વર્ષની રાહ જોયા બાદ ભારતીય ટીમે કોઈપણ ICC ટ્રોફી જીતી છે. રોહિત શર્માએ ભારતની વર્ષોની રાહનો અંત લાવ્યો. વિરાટ કોહલીએ ફાઈનલમાં કમાલ કરીને દરેક ભારતીયનું સપનું પૂરું કર્યું. વર્ષોના પ્રયત્નો બાદ પરિણામ મળતાં જ રોહિત, કોહલી અને રવિન્દ્ર જાડેજાએ પણ ટી-20 ક્રિકેટને અલવિદા કહી દીધું. તેમણે યુવાઓ ખેલાડીઓ માટે જગ્યા છોડી.
ADVERTISEMENT
9 દિગ્ગજ ક્રિકેટરોનો સંન્યાસ
રોહિત, કોહલી અને જાડેજા સહિત કુલ 9 દિગ્ગજ ખેલાડીઓ છે, જેમણે T20 વર્લ્ડ કપ બાદ અચાનક નિવૃત્તિ લઈ લીધી છે. જેમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર અને ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ પણ સામેલ છે. જેમણે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024 પછી આ ફોર્મેટને અલવિદા કહ્યું.
T20 વર્લ્ડ કપ 2024 પછી T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા ખેલાડીઓ
રોહિત શર્માઃ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા બાદ તરત જ ઈન્ટરનેશનલ T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે 159 મેચ રમી, જેમાં તેણે આ ફોર્મેટના ઈતિહાસમાં સૌથી વધુ 4231 રન બનાવ્યા છે. જોકે તે IPL રમતો જોવા મળશે.
વિરાટ કોહલીઃ ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ દક્ષિણ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં 59 બોલમાં 76 રન બનાવ્યા બાદ અને પ્લેયર ઓફ ધ મેચની ટ્રોફી પોતાના હાથમાં લીધા બાદ આંતરરાષ્ટ્રીય T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કોહલીના નામે 125 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4188 રન છે.
ડેવિડ વોર્નરઃ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નર પણ છેલ્લી વખત ઓસ્ટ્રેલિયા માટે ઈન્ટરનેશનલ T20 મેચ રમતો જોવા મળ્યો હતો. આ વર્લ્ડ કપમાં તેણે પોતાની છેલ્લી મેચ ભારત સામે રમી હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ તેને 24 રનથી હરાવ્યું હતું. વોર્નરે 110 T20 મેચમાં 3277 રન બનાવ્યા છે.
રવિન્દ્ર જાડેજા: એક મહાન ઓલરાઉન્ડર અને શ્રેષ્ઠ ફિલ્ડરોમાંના એક એવા રવિન્દ્ર જાડેજાએ પણ ભારતના વિશ્વ ચેમ્પિયન બન્યાના એક દિવસ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આની જાહેરાત કરી હતી. જાડેજાએ 74 T20 મેચમાં 515 રન બનાવ્યા અને 54 વિકેટ લીધી.
ટ્રેન્ટ બોલ્ટઃ ન્યુઝીલેન્ડના ડાબા હાથના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પણ આ વર્લ્ડ કપના સુપર 8માં ન્યુઝીલેન્ડ માટે પાપુઆ ન્યુ ગીની સામે તેની છેલ્લી ટી20 મેચ રમી હતી. તેના નામે 61 T20 મેચમાં 83 વિકેટ છે.
મહેમુદુલ્લાહ: બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટરે પણ આ વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશ માટે સાત મેચમાં 95 રન બનાવ્યા હતા. કુલ મળીને તેણે 138 T20 મેચમાં 2394 રન બનાવ્યા છે. 40 વિકેટ પણ લીધી હતી.
ડેવિડ વિઝઃ નામિબિયાના દિગ્ગજ ક્રિકેટર ડેવિડ વિઝે પણ છેલ્લી વખત આ વર્લ્ડ કપ રમ્યો હતો. તેણે ઈંગ્લેન્ડ સામેની મેચ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિઝે 54 T20 મેચમાં 624 રન બનાવ્યા અને 59 વિકેટ લીધી.
સાયબ્રેન્ડ એન્જેલબ્રેચ: નેધરલેન્ડના દિગ્ગજ સાઈબ્રેન્ડ એન્જેલબ્રેચે નેધરલેન્ડ માટે તેની છેલ્લી મેચ શ્રીલંકા સામે રમી હતી. તેણે 12 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાં તેણે 31.11ની એવરેજ અને 132.7ની સ્ટ્રાઈક રેટથી 280 રન બનાવ્યા.
બ્રાયન મસાબાઃ યુગાન્ડાના કેપ્ટન બ્રાયન મસાબાએ પણ ટી20 વર્લ્ડ કપ 2024માં પોતાની ટીમની હાર બાદ ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે 61 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાં તેણે 437 રન બનાવ્યા અને 23 વિકેટ લીધી.
ADVERTISEMENT