Team India Captain: USA અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા ટી-20 વર્લ્ડકપને જીતીને ભારત વિશ્વ વિજેતા બની ગયું. ફાઈનલ મેચ બાદ પહેલા વિરાટ કોહલી અને બાદમાં રોહિત શર્માએ ટી-20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ત્યારે રોહિત શર્મા બાદ ભારતીય ટીમનું નેતૃત્વ કોણ કરશે તેને લઈને કરાયેલા સવાલ પર BCCI સેક્રેટરી જય શાહે પ્રતિક્રિયા આપી હતી. અત્યાર સુધી રોહિત શર્મા ટીમમાં ન હોય ત્યારે હાર્દિક પંડ્યાને ભારતીય ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
T20માં કોણ બનશે ભારતીય ટીમનો કેપ્ટન?
જોકે હવે રોહિત શર્મા ટીમ સાથે નહીં હોય એવામાં ટીમનું નેતૃત્વ કોને સોંપવું તે BCCI માટે મોટો ટાસ્ક હશે. વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શન અને રોહિત પાસેથી કેપ્ટનશીપ લેવાની સંભાવના અંગે જય શાહે કહ્યું, "કેપ્ટન્સીનો નિર્ણય પસંદગીકારો દ્વારા કરવામાં આવશે અને અમે તેમની સાથે ચર્ચા કર્યા પછી તેની જાહેરાત કરીશું. તમે હાર્દિક વિશે પૂછ્યું હતું. ઘણું બધું હતું. તેના ફોર્મને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા હતા પરંતુ અમે અને પસંદગીકારોએ તેના પર વિશ્વાસ દર્શાવ્યો અને તેણે પોતાને સાબિત કર્યો."
રોહિત-કોહલીના કર્યા વખાણ
ભારતે 11 વર્ષ બાદ ICC ખિતાબ જીતવા પર ખુશી વ્યક્ત કરતા શાહે રોહિત શર્મા અને વિરાટ કોહલીની પ્રશંસા કરી હતી. વિરાટ, રોહિત અને રવિન્દ્ર જાડેજાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. શાહે કહ્યું, "ગયા વર્ષે પણ તે કેપ્ટન હતો અને અહીં પણ. ગયા વર્ષે પણ અમે ફાઇનલ સિવાયની તમામ મેચો જીતી હતી. આ વખતે અમે વધુ મહેનત કરી અને ટાઇટલ જીત્યું. જો આપણે અન્ય ટીમો સાથે સરખામણી કરીએ તો અનુભવ મહત્વપૂર્ણ છે. રોહિતથી લઈને વિરાટ." "દરેક વ્યક્તિએ શાનદાર પ્રદર્શન કર્યું અને અનુભવમાં ઘણો ફરક પડ્યો."
ADVERTISEMENT