Prize Money of 125 Crores for Team India: T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે અને બીજી વખત ટાઈટલ જીત્યું છે. ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકા સામે 7 રને જીત મેળવી હતી. આ જીત બાદ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય ટીમને લઈને મોટી જાહેરાત કરી છે.
ADVERTISEMENT
T20 વર્લ્ડ કપની ફાઈનલમાં આ છે જીતના 3 મોટા કારણ, જેને લઈને ભારત બન્યું ચેમ્પિયન
જય શાહે પોતાની પોસ્ટમાં શું લખ્યું?
BCCI સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ભારતીય ટીમને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ પ્રતિભા, નિશ્ચય અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું છે. આ શ્રેષ્ઠ સિદ્ધિ માટે તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન.
ભારતીય ટીમે ચોથો ICC વર્લ્ડ કપ જીત્યો
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. આ ટીમે ઇતિહાસમાં ચોથી વખત વર્લ્ડ કપ (ODI, T20)નો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે શનિવારે (29 જૂન) T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે 140 કરોડ ભારતીયોને ઉજવણી કરી હતી. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે બે વખત (1983, 2011) ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. જ્યારે તેણે માત્ર બે વખત (2007, 2024) T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમે છેલ્લે 2011માં વર્લ્ડ કપ (ODIમાં) જીત્યો હતો.
આ પણ વાંચો- કોહલી, શર્મા બાદ હવે જાડેજાએ લીધી નિવૃત્તિ, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
ADVERTISEMENT