UKના ફ્રેન્ડને કસ્ટમથી છોડાવામાં ગુજરાતી શિક્ષિકાએ ગુમાવ્યા રૂ. 80 લાખ, જાણો સમગ્ર મામલો

Urvish Patel

• 03:01 PM • 03 Aug 2023

અમદાવાદઃ હાલમાં સાયબર ફ્રોડની ઘટનાઓ ટેક્નોલોજીના વિકાસની સાથે સાથે વધવા લાગી છે. તપાસ એજન્સીઓના માટે આ લોકો પણ મોટો માથાનો દુખાવો બની રહ્યા છે. હાલમાં…

gujarattak
follow google news

અમદાવાદઃ હાલમાં સાયબર ફ્રોડની ઘટનાઓ ટેક્નોલોજીના વિકાસની સાથે સાથે વધવા લાગી છે. તપાસ એજન્સીઓના માટે આ લોકો પણ મોટો માથાનો દુખાવો બની રહ્યા છે. હાલમાં ગુજરાતના બનાસકાંઠાના એક શિક્ષિકાએ બ્રિટનના પોતાના સાયબર ફ્રેંડ જેમ્સ ડૉસનની મદદ કરવામાં રૂપિયા 80 લાખ ગુમાવવાનો વારો આવવ્યો છે. આ ઘટનાને લઈને હવે શિક્ષિકાએ પાઠ ભણ્યો છે અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે.

આ પણ વાંચો

હીરાના આભૂષણો અને મોંઘી ભેટ લઈને ઈન્ડિયા આવ્યાનું કહ્યું…

ટીઓઆઈના અહેવાલ પ્રમાણે તેણે વિવિધ એકાઉન્ટ્સમાં રકમ જમા કરાવી હતી, આ વિશ્વાસ કરતા કે તે ભારતીય કસ્ટમ અને અન્ય એજન્સીઓથી તેને છોડાવે અને સુરક્ષામાં મદદ કરે. જ્યારે મામલો સાયબર ક્રાઈમની દુનિયામાં કુખ્યાત ફ્રેન્ડ ફ્રોડની ઘટનાને રજૂ કરી રહ્યો હતો. આધેડ વયની આ મહિલા પોતે પણ હાલમાં મેડિકલ પરેશાનીઓ વચ્ચે જીવી રહી છે. આ શખ્સે દાવો કર્યો હતો કે તે હીરાના આભૂષણો તથા અન્ય ભેટ લઈને ભારત આવ્યો હતો. જોકે તેવું કશું ખરેખરમાં ન્હોતું.

કેવા લોકો હોય છે આવા ચાલબાજોના ટાર્ગેટ?

સાયબર એકસપ્ટ્સનું પણ કહેવું છે કે આ એક પ્રકારનું કૌભાંડ છે. સામાન્યતઃ અમેરિકા કે બ્રિટનના નિવાસી હોવાનો દાવો કરતા હોય છે અને પછી પોતાના ટાર્ગેટ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો અને મધ્યમ વર્ગીય પરિવારોને કરતા હોય છે. ખાસ કરીને એવા લોકો કે જે નવા ઘર, લક્ઝરી કાર કે વિદેશ યાત્રાઓની પોસ્ટ કરતા હોય કે પછી ધનનો કોઈ રીતે દેખાડો કરતા હોય. આ મામલામાં પીડિત મહિલાએ કહ્યું હતું કે, તેને એપ્રિલ 2023માં ફેસબુક પર યુકેના જેમ્સ ડોસન નામના શખ્સની ફ્રેંડ રિક્વેસ્ટ આવી હતી. મહિલાનું કહેવું છે કે તે યુકેને પોતાના પુત્રની હાલની નોકરીને કારણે ઓળખતી હતી. તેથી ઉત્સુક્તામાં તેણે ત્યાં કોઈ સાથે જોડાવાની સંભાવનાઓને જોતા ફ્રેંડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી.

જામનગરની કંપનીમાં બ્લાસ્ટઃ બ્રાસ ભટ્ટીમાં ધકાડો થતા 2 વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યા

ગૂગલ ટ્રાન્સલેટ કરીને કર્યું વિદેશી ફ્રેન્ટ સાથે ચેટિંગ

મહિલાએ એવું પણ કહ્યું કે, દરમિયાનમાં તે અંગ્રેજીમાં મોકલવામાં આવેલા મેસેજીસને સમજવા અને ગૂગલ ટ્રાન્સલેટના મદદથી અંગ્રેજીમાં જવાબ આપવાનું તે શીખવા લાગી હતી. તેમની વચ્ચે ચેટિંગની શરૂઆત થઈ અને અમે સારા મિત્રો બની ગયા હતા, પણ થોડા જ દિવસ પછી તેણે મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને તે સ્વેચ્છાએ ભારત આવવા કહ્યું. હું પણ તેને મળવા ઉત્સુક હતી.

કેવી રીતે ખંખેર્યા રૂપિયા?

ફરિયાદ પ્રમાણે, જેમ્સ ડોસને તેમને ફોન કરીને કહ્યું કે તે ભારત આવ્યો હતો પણ તેના માટે મોંઘા ગીફ્ટ લાવવાના કારણે કસ્ટમ વિભાગે તેને પકડી લીધો છે. ડોસને તેને કસ્ટમ વિભાગને જરૂરી રૂપિયા આપવાનો આગ્રહ કર્યો છે અને તે રૂપિયા મહિલા પાસેથી માગતા મહિલા શિક્ષિકાએ ચુવકણું કર્યું હતું. આવું જ આરબીઆઈને પેમેન્ટ કરવા કહ્યું અને હાલમાં યુનાઈટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્ર)ને ચુકવણું કરવા કહેવાયું હતું. તેણે કહ્યું કે તે પ્રમાણિત કરશે કે ડોશનને છોડાવા માટે કરવામાં આવેલા મારા ચુકવણાનો ઉપયોગ આતંકી ફંડિંગમાં નથી કરાયું. મહિલાએ લગભગ 80 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. પછી તેણે વધુ પૈસા માગ્યા અને મામલાને બંધ કરવા માટે મહિલા પાસે રકમ ઉધાર લેવા કહ્યું હતું. આ મામલે મહિલા શિક્ષિકાએ વિદેશી મિત્રની મદદ કરવા માટે પૈસા ભેગા કરવા પોતાના મિત્રોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું.

તેમાંથી એક સાયબર ક્રાઈમ વોલેંટિયરે તેને કહ્યું કે મને એવું લાગે છે કે તે સાયબર ફ્રોડનો શિકાર થયા છે. પણ મહિલાને તો પોતાના વિદેશી મિત્ર પર દ્રઢ વિશ્વાસ હતો પણ હવે તે વિશ્વાસ ડોલવા લાગ્યો હતો. મહિલાએ કહ્યું કે મારે આ મામલે મારા પતિને કહેવું પડશે, પણ હું ડોશનના મામલાની ઉંડાણ સુધી જઈશ. હવે ગુજરાત સીઆઈડીના સાયબર સેલના અધિકારીઓનું કહેવું છે કે થોડા સમય પહેલા મહેસાણાના એક વૃદ્ધ ગ્રામવાસી પણ બ્રિટનની એક મહિલા મિત્રના પ્રેમમાં પડ્યા હતા અને જ્યારે તે તેને મળવા માટે ભારત આવી ત્યારે તેને છોડાવા માટે 75 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે પરિવારના સદસ્યોએ પોલીસની મદદ માગી તો દિલ્હીથી આ ઘટનામાં નાઈઝીરિયન શખ્સને પકડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મામલે પણ હવે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આગામી સમયમાં કોઈ મોટો ભાંડો ફૂટે તો નવાઈ નહીં.

    follow whatsapp