ગુજરાતમાં મેઘરાજાની બઘડાટી: સૌરાષ્ટ્ર-કચ્છની માથે પૂરનું સંકટ? જાણો શું કહ્યું હવામાન વિભાગે

Gujarat Tak

01 Jul 2024 (अपडेटेड: Jul 1 2024 4:39 PM)

Heavy rain forecast in Gujarat: ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં તો ભુક્કા બોલાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

Heavy rain forecast in Gujarat

ગુજરાતમાં મેઘરાજાની બઘડાટી

follow google news

Heavy rain forecast in Gujarat: ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં તો ભુક્કા બોલાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે સવારના બે કલાકમાં જ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પોણા પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. આ વચ્ચે હવે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂરને લઈને ચેતવણી આપી છે. 

આ પણ વાંચો

સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂરનું સંકટ!


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે, હજુ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્રૃ-કચ્છની માથે હળવાથી મધ્યમ પૂરનું સંકટ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા ચેતવણી આપી છે.

આજે ક્યાં અતિભારે વરસાદની આગાહી?

સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે સોમવારે સુરત, નવસારી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં અતિથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, ભાવનગર, મોરબી, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ વરસી શકે છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મહીસાગર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. 

આવતીકાલે ક્યાં પડશે ભારે વરસાદ?

તો આવતીકાલે નવસારી, વલસાડ, નવસારી, દમણ, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા છે. અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ કેટલાક જિલ્લામાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને રાજકોટનો સમાવેશ થાય છે. અહીં ભારે વરસાદ વરસી શકે છે. 

    follow whatsapp