Breaking News: રાજ્યમાં 30 મામલતદારની બદલીના કરાયા આદેશ, જાણો કયા જિલ્લામાં કોણ મૂકાયા

Gujarat Tak

01 Jul 2024 (अपडेटेड: Jul 1 2024 9:15 PM)

Mamlatdar Transfer: ગુજરાત રાજ્યમાં જુદા જુદા તાલુકા અને કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદારની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે.

Mamlatdar Transfer

Mamlatdar Transfer

follow google news

Mamlatdar Transfer: ગુજરાત રાજ્યમાં જુદા જુદા તાલુકા અને કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદારની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 30 મામલતદારની બદલીઓના આદેશ કર્યા છે. રાજ્યના કેટલાક જિલ્લાના મામલતદારોની બદલી કરવા સાથે કેટલીક મહત્વની કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલીઓ કરી છે. ખેડા, દેવભૂમિ દ્વારકા, દાહોદ, મોરબી, રાજકોટ, વડોદરા સહિતના અનેક જિલ્લાના મામલતદારોની બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો

જેની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે

80 નાયબ મામલતદારની આંતરિક બદલી 

અઠવાડિયા પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ખેડા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત કરી હતી. આ બાદ શુક્રવારે જિલ્લા સમાહર્તા અમિત પ્રકાશ યાદવે મહુધા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત કરી હતી. જે બાદ રવિવાર રજાનો દિવસ હોવા છતાં ગયા અઠવાડિયે જિલ્લાના 80 નાયબ મામલતદારની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં મહેસુલ, પુરવઠા , ઇ - ધરા સહિતના નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં જોડાયેલા નાયબ મામલતદારો સિવાયના તમામ નાયબ મામલતદાર કલેકટર દ્વારા તાત્કાલિક બદલીની જગ્યાએ હાજર થવા સૂચન કરવામાં આવ્યું હતું.
 

    follow whatsapp