પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે નવી યોજના, રાજ્ય સરકાર હેક્ટર દીઠ ચૂકવશે આટલા હજારની સહાય

Gujarat Government: ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. 

ખેડૂતોની ફાઈલ તસવીર

Farmers

follow google news

Gujarat Government: ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. 

ખેડૂતોને મળશે સહાય

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક નાગરિકને રાસાયણીક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના” અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂ.20,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂ.1000 લાખની રકમ ફાળવવામાં આવી છે. 

ખેડૂતોને સીધી બેંક ખાતામાં અપાશે સહાય

મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આજના સમયમાં રસાયણમુક્ત અને પ્રાકૃતિક ઉપજની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી શાકભાજીની માંગ પણ વધી છે. વધી રહેલી માંગને પહોંચી વળવા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી પકવે તે ખૂબ જ જરૂરી છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત થાય તે માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે નવી યોજના મંજૂર કરી છે. આ યોજનાના અમલીકરણથી આગામી 5 વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે અને આશરે 5000 હેકટર વિસ્તારનો વધારો થશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનાર સહાય DBTના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે.

    follow whatsapp