Ahmedabad Rain: આખરે અમદાવાદમાં મન મૂકીને વરસ્યો મેહુલિયો, ગોતા-સાયન્સ સિટીમાં 3 કલાકમાં 6 ઇંચ વરસાદ

Ahmedabad Rain Updates: ગુજરાતમાં ચોમાસું જામ્યું છે, તો એવામાં અમદાવાદના હવામાનમાં આજે પલટો આવ્યો છે. હવામાન વિભાગે કરેલી ભારે આગાહી અનુસાર શહેરમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે

Ahmedabad Rain

Ahmedabad Rain

follow google news

Ahmedabad Rain Updates: ગુજરાતમાં ચોમાસું જામ્યું છે, તો એવામાં અમદાવાદના હવામાનમાં આજે પલટો આવ્યો છે. હવામાન વિભાગે કરેલી ભારે આગાહી અનુસાર શહેરમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. સવારથી જ વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારમાં પાણી ભરાયાના અહેવાલ મળી રહ્યા છે. આ દરમિયાન મકરબા અને અખબારનગર અંડરપાસમાં પાણી ભરાવવાના કારણે બંધ કરી દેવામાં આવ્યા હતા.  માત્ર 2 ઈંચ વરસાદમાં જ અમદાવાદમાં પાણી પાણી થઈ ગયા હતા. 

મેઘરાજાનું દે ધનાધનઃ આગામી 3 કલાક અમદાવાદ માટે 'ભારે', સુરત-વલસાડના હાલ બેહાલ

અમદાવાદના મેઘરાજાએ બઘડાટી બોલાવી

અમદાવાદના નીચાણવાળા વિસ્તારમાં લોકોને પાણી ભરાવાના કારણે હાલાકી પડી રહી છે. ગોતા અને સાયન્સ સિટીમાં 3 કલાકમાં 6 ઇંચ, બોપલમાં 4 ઇંચ, નરોડામાં 4 ઇંચ, ચાંદખેડા, સરખેજ, ચાંદલોડિયામાં 3 ઇંચ, ઉસ્માનપુરા બે ઇંચ વરસાદ નોંધાયો છે. બપોર બાદ મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને તાપમાનનો પારો ચાર ડિગ્રી સેલ્સિયસ ઘટી ઘટ્યો છે.

કેટલા વિસ્તારોમાં ભરાયા પાણી

અમદાવાદમાં માત્ર 2 ઈંચ વરસાદમાં જ રસ્તાઓ બેટમાં ફેરવાતા  પ્રિમોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ગોતા, એસજી હાઇવે, ન્યુ રાણીપ, જગતપુર, રાણીપ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં બે કલાકમાં ધોધમાર વરસાદના પગલે પાણી ભરાઈ ગયા છે. જેના પગલે વાહનચાલકોને અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદમાં ભારે વરસાદના પગલે કુલ 5 અંડરબ્રિજ બંધ કરાયા છે. જેમાં અખબાર નગર, મકરબા, મીઠાખળી, ત્રાગડ અને ગોતા સિલ્વર સ્ટાર અંડરબ્રિજનો સમાવેશ થાય છે. 

શેલામાં લોકો માંડ માંડ બચ્યા! 

ક્લબ 07 રોડ પર તો આખો ટ્રક અંદર સમાઈ જાય એટલો મોટો ભૂવો રસ્તા પર પડ્યો છે.

 

    follow whatsapp