પાવાગઢમાં દુર્ઘટનાઃ ભારે વરસાદ વચ્ચે ભેખડ પરથી પથ્થરો નીચે ધસી પડ્યા, મચી અફરાતફરી!

Panchmahal News : પાવાગઢમાં ભારે વરસાદ બાદ લેન્ડ સ્લાઈડિંગની ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પાવગઢમાં વરસાદના કારણે પાણીના પ્રવાહ સાથે મસમોટા પથ્થર ડુંગર પરથી ધસી આવ્યા છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

 Panchmahal News

પાવાગઢમાં દુર્ઘટના

follow google news

Panchmahal News : પાવાગઢમાં ભારે વરસાદ બાદ લેન્ડ સ્લાઈડિંગની ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પાવગઢમાં વરસાદના કારણે પાણીના પ્રવાહ સાથે મસમોટા પથ્થર ડુંગર પરથી ધસી આવ્યા છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

પથ્થરો ડુંગર પરથી ધસી પડ્યા 

મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે. જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. તો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ સારો એવો વરસાદ થયો છે. ત્યારે પાવગઢ નિજ મંદિર પગપાળા જવાના રસ્તે પાટીયા પુલ પાસે પાણીના પ્રવાહ સાથે  એક મોટા પથ્થર સાથે નાના પથ્થરો ડુંગર પરથી ધસી પડ્યા હતા. જેના કારણે સ્થાનિકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં ટ્રસ્ટના હોદ્દેદારો, અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા હતા. 

રેલિંગને ભારે નુકસાન થયું

ડુંગર પરથી પથ્થરો તૂટી પડતા પગથિયા પર બનાવેલી રેલિંગને ભારે નુકસાન થયું છે. ભેખડ ઉપરથી ધસી આવેલા પથ્થરોએ આજુબાજુની દુકાનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. જોકે, આ સમયગાળા દરમિયાન પગથિયા ખાતે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. 

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા પાવાગઢ

મહત્વનું છે કે આજે રવિવારની રજા હોવાથી મોટી વરસાદમાં ખીલી ઉઠેલી પ્રકૃતિનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ પાવાગઢ પહોંચ્યા છે. ત્યારે આજે યાત્રાળુઓ આ લેન્ડ સ્લાઈડિંગવાળી જગ્યાએથી પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ઈનપુટઃ જયેન્દ્રભોઈ, પંચમહાલ

    follow whatsapp