મેઘરાજાનું દે ધનાધનઃ આગામી 3 કલાક અમદાવાદ માટે 'ભારે', સુરત-વલસાડના હાલ બેહાલ

Gujarat Tak

30 Jun 2024 (अपडेटेड: Jun 30 2024 2:57 PM)

Rain In Gujarat: ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. જેને લઈને વહેલી સવારથી ગુજરાતભરમાં વરસાદી મહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

Rain In Gujarat

ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું

follow google news

Rain In Gujarat: ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. જેને લઈને વહેલી સવારથી ગુજરાતભરમાં વરસાદી મહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 40 તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના પલસાણા અને બારડોલીમાં નોંધાયો છે. 

આ પણ વાંચો

સુરતના પલસાણાના રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

સુરતના પલસાણામાં 5.25 ઈંચ અને બારડોલીમાં 4.61 ઈંચ વરસાદ થય છે. જ્યારે વાપીમાં 4.41, મહુવામાં 4.25, ઓલપાડમાં 3.98,સુરતમાં 3.62,  વલસાડ 3.54, કામરેજમાં 3.15, ખેરગામ 2.91, ધરમપુર 2.17, સંખેડા 2.09, ભરૂચ 2.05, ઉમરપાડામાં 2.05 ઈંચ, માંડવી 1.93, સોનગઢ 1.89 ઈંચ વરસાદ પડ્યો છે.  

અમદાવાદમાં ભારે વરસાદ 

આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. અમદાવાદના સિંધુ ભવન રોડ, બોપલ, ગોતા, ઈસનપુર સહિતમાં વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એસ.જી હાઈવેના સર્વિસ રોડ, ન્યૂ ચાંદખેડા, તપોવન સર્કલ, સાયન્સ સિટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.

અમદાવાદમાં 3થી 4 કલાક ભારે 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ અમદાવાદમાં 3થી 4 કલાક 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે  મધ્યમ વરસાદની શક્યતા છે. 

આ જિલ્લાઓમાં  ઓરેન્જ અને યલો એલર્ટ 

ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, બોટાદમાં ઓરેન્જની આગાહી છે, જ્યારે બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

    follow whatsapp