Surat Rain: સુરત શહેરનો સેકન્ડ વીઆઈપી રોડ બેટમાં ફેરવાયો, સ્કૂલ બસ સહિત અનેક વાહન ચાલકો અટવાયા

Gujarat Tak

01 Jul 2024 (अपडेटेड: Jul 1 2024 8:10 PM)

Surat Rain: ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. તેમાં પણ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભુક્કા બોલાવી રહ્યા છે. એવા સુરતમાં સતત બીજા દિવસે ભારે વરસાદ જોવા મળ્યો હતો.

Surat Rain

Surat Rain

follow google news

Surat Rain: ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. તેમાં પણ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા  ભુક્કા બોલાવી રહ્યા છે. એવા સુરતમાં સતત બીજા દિવસે ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં તંત્રની પ્રિ-મોન્સુનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. સુરત શહેરના સેકન્ડ વીઆઈપી રોડ ઉપર એટલા હદે પાણી ભરાયા હતા કે રોડ ગાયબ થઈ ગઈ હતી અને રોડ ઉપર ચારે બાજુ પાણી સિવાય કશું જ દેખાતું ન હતું. રોડ ઉપર ભરાયેલા આ પાણીમાંથી પસાર થતી એક સ્કૂલ બસ અને એક કાર ફસાઈ ગઈ હતી. જોકે રાહતની વાત તો એ છે કે આ સમયે સ્કૂલ બસમાં કોઈ સ્ટુડન્ટો હાજર હતા નહીં.

આ પણ વાંચો

 સુરત શહેરના સેકન્ડ વીઆઈપી રોડ પર બેટ જેવા દ્રશ્યો

સુરત શહેરના સેકન્ડ વીઆઈપી રોડ ઉપર આવેલ મહાવીર યુનિવર્સિટી પાસેની આ તસવીરો છે. આ તસ્વીરોમાં આપ જોઈ શકો છો કે રોડની બંને સાઈડ પાણી એવી રીતે ભરાયા છે કે આ રોડ નહીં કોઈ નદી અથવા નહેર હોય, રોડ ઉપર ભરાયેલા આ પાણીમાંથી કેટલાક વાહન ચાલકો પસાર થવાની કોશિશ કરી રહ્યા છે તો કેટલાક આ કોશિશમાં પાણીમાં જ ફસાઈ ગયા છે. એક પ્રાઇવેટ સ્કુલની બસને પણ દેખાઈ રહી છે, આ બસ પાણીમાંથી પસાર થવાની કોશિશ કરી રહ્યો હતો અને ત્યારે જ આ બસ પાણીમાં બંધ પડી ગઈ હતી. એની પાછળ એક મોંઘી કાર પણ પાણી ફસાઈ હતી. આ તસ્વીરો જોઈને તમને આશ્ચર એટલા માટે થતું હશે કારણ કે આ તસવીરો ભારતના નંબર વન સ્વચ્છ શહેર સુરતની છે. સુરત શહેરના સેકન્ડ વીઆઈપી રોડ ઉપર આવેલ ભગવાન મહાવીર યુનિવર્સિટી ની સામે આ પાણી દર વર્ષે જ ભરાય છે છતાંય સુરત મહાનગરપાલિકા આ સમસ્યાના સમાધાન માટે કોઈપણ પ્રકારના પગલા નથી લઈ રહી છે. જેના કારણે અહીંથી અવરજવર કરતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓન સામનો કરવો પડે રહ્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂરનું સંકટ!

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે, હજુ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્રૃ-કચ્છની માથે હળવાથી મધ્યમ પૂરનું સંકટ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા ચેતવણી આપી છે.

ગુજરાતમાં મેઘરાજાની બઘડાટી: સૌરાષ્ટ્ર-કચ્છની માથે પૂરનું સંકટ? જાણો શું કહ્યું હવામાન વિભાગે

માણાવદરમાં ભારે વરસાદથી પાણી ભરાયા

જૂનાગઢમાં ભારે વરસાદને પગલે દામોદર કુંડ છલકાયો હતો સાથે અંડરબ્રિજમાં પાણી ભરાતા જન જીવનને અસર થઈ હતી. માણાવદરમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાં છે. રસ્તાઓ પર પાણી ભરાતાં સોમવાર હોવા છતાં લોકોએ ઘરમાં રહેવું પડે તેવી સ્થિતિ છે. ગોકુલનગર, ગિરિરાજ સોસાયટીમાં પાણી ભરાયાં છે. ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ તંત્ર એલર્ટ છે.

(ઈનપુટ: સંજયસિંહ રાઠોડ, સુરત)

    follow whatsapp