Junagadh Rain News: જૂનાગઢ જિલ્લામાં રવિવાર રાતથી જ અનરાધાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. વંથલી તાલુકામાં 14.5 ઈંચ તો માણાવદરમાં 16 ઈંચ વરસાદથી સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ સર્જાઈ છે. માણાવદર તાલુકાના પીપલાણું ગામ ભારે વરસાદથી પાણી-પાણી થઈ ગયું છે. રસ્તાની સાથે લોકોના ઘરો અને સ્મશાનમાં પણ કેડ સમાણા પાણી ભરાઈ ગયા છે. એવામાં અંતિમ સંસ્કાર માટે પણ સ્વજનોએ પાર્થિવ દેહને ગામની બહાર લઈ જવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
ગામમાં ઘરોની સાથે સ્મશાનમાં પણ પાણીમાં
માણાવદરમાં ધોધમાર વરસાદથી પીપલાણા ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે. ખેતરો, ઘરો અને રસ્તોઓ પર પાણી ફરી વળ્યા છે. ત્યારે સોમવારે સાંજે ગામમાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. એવામાં સ્વજનોએ કમરડૂબ પાણીમાં અંતિમયાત્રા કાઢવી પડી હતી. ગામના સ્મશાને પહોંચતા ત્યાં પણ કમર ડૂબ પાણી ભરાયેલા હતા. એવામાં ગામની બહાર સોનાપુરીના સ્મશાન ખાતે તેમને અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી. ઘટનાને લઈને પ્રશાનનું કહેવું છે કે અમને જાણકારી મળતા જ અમે બોટની વ્યવસ્થા કરી હતી. પરંતુ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે કંઈક અલગ જ વાત જણાવી રહ્યા છે.
ઘેડ પંથકમાં પણ ભારે વરસાદ
તો બીજી તરફ ઘેડના મતિયાણા ગામમાં પણ ભારે વરસાદ બાદ ગામની ચારે તરફ પાણી ભરાયા હતા. આખું ગામ જાણે બેટમાં ફેરવાયું હોય એમ સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે વરસાદથી મતિયાણા ગામમાં ખેતરોમાં તથા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.
ADVERTISEMENT