બનાસકાંઠામાં જળબંબાકાર: લાખણીમાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આજે આ જિલ્લાઓમાં 'રેડ એલર્ટ'

Rain In Gujarat: સૌરાષ્ટ્રના માથે આજે પણ ભારે વરસાદનું સંકટ છે. આજે જૂનાગઢ, રાજકોટ, જામનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડશે.

બનાસકાંઠામાં જળબંબાકાર

Rain In Gujarat

follow google news

Rain In Gujarat: સૌરાષ્ટ્રના માથે આજે પણ ભારે વરસાદનું સંકટ છે. આજે જૂનાગઢ, રાજકોટ, જામનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડશે. તો ભાવનગર, મોરબીમાં પણ ધોધમાર વરસાદ વરસશે. આ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં જાણે કે આફતનો વરસાદ વરસર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો બનાસકાંઠાના લાખણીમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને બધુ પાણી-પાણી કરી દીધું છે. 


લાખણીમાં મેઘરાજાની બઘડાટી

બનાસકાંઠાના લાખણીમાં 2 કલાકમાં જ 6 ઈંચથી વધુ વરસાદ પડતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. તો સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં લાખણીમાં 8.3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. લાખણીમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં અને બજારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પણ પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 

ખેતરો બેટમાં ફરવાયા

2 કલાકમાં 6 ઈંચ અને 4 કલાકમાં 8 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફરવાઈ ગયા છે. ચારેકોર પાણી-પાણી જોવા મળી રહ્યું છે. 

157 તાલુકાઓમાં વરસાદ 

આપને જણાવી દઈએ કે, સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 157 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજે હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

    follow whatsapp