તથ્ય પટેલની જેગુઆર કાર ખોટી સહી કરીને કોઈ છોડાવી ગયું? પોલીસે કર્યો મોટો ખુલાસો

Gujarat Tak

26 Jun 2024 (अपडेटेड: Jun 26 2024 3:38 PM)

Iskcon Bridge Accident : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 નિર્દોષોના જીવ લેનાર તથ્ય પટેલ આજે ચર્ચામાં છે, ઘણા અખબારોમાં અને ટીવી ચેનલોમાં એવા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે કે 9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલની જેગુઆર કારને કોઈ નકલી સહીં કરીને છોડાવી ગયું છે.

Iskcon Bridge Accident Update

કોઈ છોડાવી ગયું તથ્યની જેગુઆર કાર?

follow google news

Iskcon Bridge Accident Update : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 નિર્દોષોના જીવ લેનાર તથ્ય પટેલ આજે ચર્ચામાં છે, ઘણા અખબારોમાં અને ટીવી ચેનલોમાં એવા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે કે 9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલની જેગુઆર કારને કોઈ નકલી સહીં કરીને છોડાવી ગયું છે. જોકે, આ સમાચાર વાયુવેગે ફેલાતા અમદાવાદ પોલીસે સ્પષ્ટતા કરવી પડી છે. 

આ પણ વાંચો

અમદાવાદ પોલીસે કરી સ્પષ્ટતા

અમદાવાદ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ કરીને લખ્યું છે કે, 'આજરોજ વિવિધ સમાચારપત્રો અને સોશિયલ મિડિયામાં વહેતા થયેલ સમાચાર ખોટા હોય. અફવામાં ધ્યાન આપવું નહીં.' આ સાથે જ પોલીસે એક તસવીર પણ પોસ્ટ કરી છે. જેમાં લખેલું છે કે, ઉપરોક્ત કાર હાલ પોલીસના કબજામાં છે. 

શું છે સમગ્ર મામલો?

મીડિયા અને અખબારમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાનાર જેગુઆર કાર કોઈ અજાણી વ્યક્તિ માલિક ક્રિશ વારિયાની ખોટી સહી કરીને છોડાવી ગયું. રજિસ્ટ્રાર સામે કોઈ સોગંદનામું કર્યા વગર જ કોઈ જેગુઆર કાર છોડાવી ગયું છે. હજુ ચાર્જફ્રેમ પણ થયો નથી તે પહેલા કાર કોઈ નકલી સહી કરીને છોડાવી જાય તે ગંભીર ગણી શકાય તેવી બાબત છે. અજાણી વ્યક્તિને શોધવા માટે અને તપાસ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આગામી દિવસોમાં હાઈકોર્ટમા આ અરજીની સુનાવણી કરવામાં આવશે. 

અફવામાં ધ્યાન આપવું નહીંઃ અમદાવાદ પોલીસ

ઉપરોક્ત અહેવાલો બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે ખુલાસો કર્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે કહ્યું છે કે કાર હાલ પોલીસના કબ્જામાં જ છે. આજરોજ વિવિધ સમાચારપત્રો અને સોશિયલ મિડિયામાં વહેતા થયેલ સમાચાર ખોટા હોય. અફવામાં ધ્યાન આપવું નહીં.


 

    follow whatsapp