Mehsana અર્બન કો-ઓપરેટિવ બેંકમાં નીકળી ભરતી, એક ક્લિકે જાણો અરજીથી પગાર સુધીની તમામ માહિતી

Gujarat Tak

• 05:11 PM • 20 Jun 2024

Mehsana Urban Bank Job Recruitment: બેંકમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાઓ માટે સારી ખબર સામે આવી છે. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા ક્લેરિકલ ટ્રેઈનીની કુલ 50 પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

મહેસાણા બેંક

Mehsana Bank

follow google news

Mehsana Urban Bank Job Recruitment: બેંકમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાઓ માટે સારી ખબર સામે આવી છે. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા ક્લેરિકલ ટ્રેઈનીની કુલ 50 પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે રસ દાખવતા ઉમેદવારો 31 જુલાઈ 2024 સુધીમાં www.mucbank.com માં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો

કેવી રીતે અને ક્યાંથી કરવી અરજી

મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકમાં ભરતી માટે ઉમેદવારે તેની વેબસાઈટ www.mucbank.com પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ બાદ  ઓનલાઈન કરેલી અરજી ડાઉનલોડ કરીને તેની પ્રીન્ટ કોપી સાથે રૂ.100નો બેંક (ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેંક લિ.)ના નામનો નોન રીફંડેબલ ડીમાન્ડ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની ટ્રુ કોપી, એલ.સીની કોપી તેમજ પાસપોર્ટ સાઈઝના 2 ફોટો સાથે રજીસ્ટર પોસ્ટ કે કુરિયર દ્વારા બેંકની હેડ ઓફિસ: અર્બન કોર્પોરેટ બિલ્ડિંગ, હાઈવે, મહેસાણા-384002 પર મોકલવાનો રહેશે. જે ઉમેદવારે છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપી હોય અને રીઝલ્ટ આવવાનું બાકી હોય તે પણ અરજી કરી શકશે. જોકે પર્સનલ ઈન્ટરવ્યૂ સમયે માત્ર પોસ્ટ ગ્રેજ્યુએશન ઉમેદવારો જ લાયક ગણાશે.

કેટલી જગ્યાઓ પર થશે ભરતી?

  • ક્લેરીકલ પોસ્ટની 50 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા

  1. M.Com, MSc. (Science), MCA, MBA (ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન બંને પૈકી એકમાં ઓછામાં ઓછા 55% માર્ક્સ હોવા જરૂરી)
  2. Msc. (Science), MCA, MBAના ડાયરેક્ટ કોર્ષમાં ઓછામાં ઓછા 55% માર્ક્સ જરૂરી
  3. અરજી કરનારની ઉંમર 1-07-2024ના રોજ 21 વર્ષથી વધુ અને 30 વર્ષથી ઓછી હોવી જોઈએ.

પરીક્ષા પદ્ધતિ અને પગાર ધોરણ 

  • મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકની પરીક્ષા IBPS મુંબઈ દ્વારા ઓનલાઈન લેવામાં આવશે. ત્યારબાદ ક્વોલિફાઈડ ઉમેદવારોનું મૌખિક ઈન્ટરવ્યૂથી સિલેક્શન કરવામાં આવશે.
  • પસંદગી પામેલા ઉમેદવારને પ્રથમ વર્ષે માસિક ફિક્સ 19000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા આપવામાં આવશે. આ બાદ ક્લેરિકલ સ્કેલ મુજબ પગાર ચૂકવવામાં આવશે. (અંદાજે રૂ.29,100) 

 

    follow whatsapp