NEET 2024 પર મોટું અપડેટ, NTA ફરી પહોંચ્યું સુપ્રીમ કોર્ટ; ઉમેદવારોની પાસે છે આ 2 વિકલ્પો

Gujarat Tak

14 Jun 2024 (अपडेटेड: Jun 14 2024 11:46 AM)

NEET 2024 Paper Leak Scam: NEET પરીક્ષાને લઈને ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પણ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

NEET 2024 Paper Leak Scam

શું NEET પરીક્ષા થશે રદ્દ?

follow google news

NEET 2024 Paper Leak Scam: NEET પરીક્ષાને લઈને ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પણ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. NEET પરીક્ષામાં પેપર લીક થવાના આરોપોને પડાકરતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. આજે સુપ્રીમ કોર્ટ NTAની અરજી પર સુનાવણી કરી શકે છે.

ક્યારે લેવાશે ફરી પરીક્ષા?

NEET પેપર લીક મામલે એક્શન લેતા સુપ્રીમ કોર્ટ પહેલા જ NTAને નોટિસ મોકલી ચૂકી છે. ગઈકાલે NTAએ કોર્ટમાં ગ્રેસ માર્ક્સ આપવાની વાત કબૂલી હતી. જે બાદ કોર્ટે 1563 ઉમેદવારોની ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપ્યો હતો. આવી સ્થિતિમાં 23 જૂને ફરીથી પરીક્ષા લેવામાં આવશે અને તેનું પરિણામ 30 જૂને જાહેર થશે.

 

ઉમેદવારોની પાસે છે 2 વિકલ્પ

NEET 2024માં 1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ મળ્યા હતા. એ જ વિદ્યાર્થીઓેએ ફરીથી પરીક્ષા આપવાની રહેશે. જોકે, કોર્ટે વિદ્યાર્થીઓની સામે બે વિકલ્પો રાખ્યા છે. પહેલો ગ્રેસ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ ફરીથી 23 જૂને પરીક્ષઆ આપશે. બીજુ જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા માંગતા નથી, તો તેમની માર્કશીટમાંથી ગ્રેસ માર્ક્સ હટાવીને નવું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. 

રદ્દ થઈ શકે છે પરીક્ષા?

જોકે, કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ લાદવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. NEET પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોનું કાઉન્સેલિંગ 6 જૂનથી શરૂ થશે. છેલ્લી બે અરજીઓમાં કોર્ટે આગામી સુનાવણીની તારીખ 8મી જુલાઈ આપી છે. આવી સ્થિતિમાં કોર્ટનું કહેવું છે કે જો NEET 2024ની પરીક્ષા રદ થશે તો કાઉન્સેલિંગ અને એડમિશન આપોઆપ રદ થઈ જશે. જોકે, કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી કાઉન્સેલિંગ ચાલુ રહેશે.

    follow whatsapp