UPSC Exam Analysis 2024: ઉમેદવારો ખુશ! પ્રિલિમ પરીક્ષાનું પેપર ગત વર્ષ કરતાં સરળ, જાણો કટ ઓફ કેટલું રહેશે

Gujarat Tak

16 Jun 2024 (अपडेटेड: Jun 16 2024 5:40 PM)

UPSC Exam Analysis 2024: આજ રોજ ગુજરાતભરમાં UPSCની પ્રિલિમ પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં રાજ્યમાંથી આશરે 30 હજાર જેટલા ઉમેદવારો જાહેર વહીવટી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પરીક્ષા આપી હતી

UPSC Exam Analysis

UPSC Exam Analysis

follow google news

UPSC Exam Analysis 2024: આજ રોજ ગુજરાતભરમાં UPSCની પ્રિલિમ પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં રાજ્યમાંથી આશરે 30 હજાર જેટલા  ઉમેદવારો જાહેર વહીવટી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પરીક્ષા આપી હતી. આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવે છે જે અંતર્ગત પ્રથમ પેપર સવારે 9:30થી 11:30 અને બીજું પેપર 2:30થી 4:30 સુધી હોય છે. આમદાવાદમાં 20 જેટલાં કેન્દ્રોમાં 7 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપી હતી અને રાજકોટનાં 12 પરીક્ષા કેન્દ્રમાં 3,024 ઉમેદવારોની પરીક્ષા આપી હતી. 

આ પણ વાંચો

કેટલું રહેશે કટઑફ?

ગુજરાત તક દ્વારા રોનક પટેલ નામના ઉમેદવાર સાથે કરવામાં આવેલ વાતચીતના આધારે, આ વર્ષે પરીક્ષાનું લેવલ ગયા વર્ષની સરખામણીએ સરળ રહ્યું હતું. ઉમેદવારે કહ્યું કે, GS માં આ વખતે અમૂક પ્રશ્નો ખૂબ જ સરળ હતા તો કેટલાક પ્રશ્નોનું લેવલ અધરું હતું. પરંતુ જો સંપૂર્ણ પેપરની વાત કરવામાં આવે તો ગયા બે વર્ષની સરખામણીમાં GS નું પેપર સરળ માંની શકાય છે. ઉમેદવારનું માનવું હતું કે, કટ ઓફ ગયા વર્ષ કરતાં ઉપર જઈ શકે છે અને 90 માર્કસની આસપાસ રહી શકે છે.

Gandhinagar News: શિક્ષણ વિભાગે લીધો મહત્વનો નિર્ણય, ધોરણ 9 અને 11ના વિદ્યાર્થી ખાસ વાંચજો

પેપરમાં કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો આવ્યા

વિષય  પ્રશ્નો લેવલ
Polity 22 મધ્યમથી સરળ 
History 7 મધ્યમથી સરળ
Culuture 5 મધ્યમથી સરળ
IR 9 મધ્યમથી સરળ
Science & Tech 11 મધ્યમથી સરળ
Geography 16 મધ્યમથી અધરું
Economy 16 મધ્યમથી સરળ
Environment 16 મધ્યમથી અધરું

CSAT નું પેપર કેવું રહ્યું?

UPSC પ્રિલિમ પરીક્ષાના બીજા તબક્કાનું પેપર એટલે CSAT, કે જેમાં English Comprehensive અને maths-reasoning  જેવા પ્રશ્નો પૂછાયા છે. ગુજરાત તક દ્વારા નિકુંજ નામના ઉમેદવાર સાથે વાત કરી જેમાં તેમણે જણાવ્યું કે, પેપર- 2 પણ ગત વર્ષની સરખામણીમાં સરળ રહ્યું હતું પરંતુ તેમના અનુસાર, English Comprehensive થોડું અધરું પૂછવામાં આવ્યું હતું અને સમય માંગી લે એવું હતું, આ સિવાય જો maths-reasoning ની વાત કરવામાં આવે તો સરળ પ્રશ્નો હતા. 

પેપરની PDF કેવી રીતે મેળવી શકાય?

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા આયોજિત સિવિલ સર્વિસ પરીક્ષા 2024 ની પ્રિલિમ પરીક્ષા આજે સમાપ્ત થઈ ગઈ છે. કમિશન સામાન્ય રીતે પરીક્ષા પછી સત્તાવાર વેબસાઇટ પર પીડીએફ ફોર્મેટમાં પ્રશ્નપત્રો પ્રકાશિત કરે છે. UPSC IAS 2024 પ્રિલિમ્સના પ્રશ્નપત્રને ડાઉનલોડ કરવા માટેના પગલાં અહીં છે:

    follow whatsapp