Gandhinagar News: 7500 શિક્ષકોની કાયમી ભરતી તો થશે પણ બાકીની 8 હજાર જેટલી ખાલી જગ્યાઓનું શું?

ADVERTISEMENT

Gujarat Government Jobs
Gujarat Government Jobs
social share
google news

Gujarat Government Jobs: ગુજરાતમાં કેટલાય લાંબા સમયથી કાયમી શિક્ષકોની ભરતી અટકેલી હતી. જેને લઈ બે દિવસ ગાંધીનગરમાં હજારો વિધાર્થીઓ આંદોલન કર્યું ત્યારબાદ સરકારે  ધોરણ-9થી 12માં માટે પ્રથમવાર  7500 જેટલી મોટી સંખ્યા પર કાયમી શિક્ષકો ભરવાની જાહેરાત કરી હતી, પરંતુ ત્યારબાદ પણ 8 હજાર જેટલી જગ્યા ખાલી રહેશે. હાલની સ્થિતિએ હાઈસ્કૂલમાં 15 હજાર કરતા વધુ જગ્યાઓ ખાલી પડી છે. 

કેટલી જગ્યા પર થશે ભરતીની જાહેરાત 

મળતી માહિતી અનુસાર, TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે. બીજી બાજુ પ્રાથમિકમાં ભરતી માટેના નવા નિયમો ઘડાયા બાદ જાહેરાત કરવામાં આવશે.

BIG NEWS: અનેક છબરડા બાદ હવે લાગુ થયો પેપર લીકનો નવો કાયદો, 1 કરોડનો દંડ અને...

ભરતી બાદ પણ 8 હજાર જેટલી જગ્યાઓ પર શિક્ષકોની ઘટ

આ રીતે સરકાર દ્વારા ધોરણ-9થી 12માં 7500 જગ્યા પરનો ભરતી કાર્યક્રમ છે તેમ છતાં બાકીની  8 હજાર જેટલી જગ્યાઓ પર શિક્ષકોની ઘટ રહેશે. ઉપરાંત ધોરણ 10નું પરિણામ આ વર્ષે ખૂબ જ સારું આવતા પાસ થયેલા વિધાર્થીની સંખ્યાઓમાં પણ વધારો થયો છે જેથી વર્ગ વધારવાની ફરજ પડી છે, જેથી શિક્ષકોની ખાલી જગ્યાઓ હજુ પણ વધી શકે છે. જો જ્ઞાનસહાયકની વાત કરવામાં આવે તો ધોરણ-9થી 12માં 8969 ની નિમણૂક કરવામાં આવી છે અને આ સિવાય 6390 જગ્યા ખાલી છે, જેમાં નવા જ્ઞાન સહાયકો ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT