BIG NEWS: અનેક છબરડા બાદ હવે લાગુ થયો પેપર લીકનો નવો કાયદો, 1 કરોડનો દંડ અને...

ADVERTISEMENT

Anti-Paper Leak Law:
હાશ...આખરે સરકાર જાગી તો ખરી!
social share
google news

Anti-Paper Leak Law: કેન્દ્ર સરકારે NEET અને UGC-NET પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને ઉભા થયેલા વિવાદ વચ્ચે ભવિષ્યમાં પેપર લીકની ઘટનાઓને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે શુક્રવારે જાહેર પરીક્ષા અધિનિયમ 2024ને અધિસૂચિત કર્યું. જેનો ઉદ્દેશ્ય દેશભરમાં યોજાતી સ્પર્ધાત્મક અને સામાન્ય પ્રવેશ પરીક્ષાઓમાં ગેરરીતિને અટકાવવાનો છે.

10 વર્ષની જેલ અને 1 કરોડનો દંડ

આ કાયદો આ વર્ષે ફેબ્રુઆરીમાં સંસદમાંથી પસાર કરવામાં આવ્યો હતો, જે 21 જૂન, 2024થી અમલમાં આવ્યો છે. આ કાયદા હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા માટે ઓછામાં ઓછી 3થી 5 વર્ષની જેલની સજાની જોગવાઈ છે અને પેપર લીક ગેંગમાં સામેલ લોકોને 5થી 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓનું જૂથ કોઈ સંગઠિત અપરાધ કરે છે, જેમાં પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા, સેવા પ્રદાતા અથવા અન્ય કોઈ સંસ્થા સામેલ હોય તો તેમને ઓછામાં ઓછી 5 વર્ષની કેદની સજા કરવામાં આવશે, જેને 10 વર્ષ સુધી વધારાઈ શકે છે.

કાયદામાં સંપતિ જપ્ત કરવાની પણ જોગવાઈ 

કાયદો કહે છે કે દંડ 1 કરોડ રૂપિયાથી ઓછો નહીં હોય. કોઈપણ સંસ્થા સંગઠિત પેપર લીકના ગુનામાં સંડોવાયેલી જણાય તો તેની મિલકતો જપ્ત કરવાની પણ કાયદામાં જોગવાઈ છે અને પરીક્ષાનો ખર્ચ પણ તે સંસ્થા પાસેથી વસૂલવામાં આવશે. જોકે, આ કાયદો પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને દંડનીય જોગવાઈઓથી રક્ષણ આપે છે. જો કોઈ ઉમેદવાર પરીક્ષા દરમિયાન અન્ય માધ્યમનો ઉપયોગ કરતા પકડાશે તો તેની સામે પરીક્ષા આયોજક સંસ્થાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ ગેરરીતિને માનવામાં આવશે અપરાધ

સરકારી એજન્સી દ્વારા સુનિશ્ચિત પરીક્ષાના માપદંડોનું ઉલ્લંઘન કરવું. મેરિટ માટે સુનિશ્ચિત ડોક્યુમેન્ટ્સમાં કોઈપણ પ્રકારના ચેડાં કરવા, પબ્લિક એક્ઝામ માટે નિશ્ચિત સિક્યુરિટી માપદંડોનું ઉલ્લંઘન કરવું, કોઈ એક્ઝામ કમ્પ્યુટર  સિસ્ટમ કે નેટવર્કમાં છેડછાડ કરવી, કોઈ પરીક્ષાનું પ્રશ્નપત્ર કે આન્સર કી લીક કરવી, પ્રશ્નપત્ર કે આન્સર કી લીક કરવામાં કોઈની સાથે સામેલ હોવું, અનુમતિ વિના ક્વેશ્ચન પેપર કે OMR શીટ પોતાની પાસે રાખવા, પરીક્ષા દરમિયાન કોઈની પાસે જવાબ લખવા મદદ લેવી, પરીક્ષા આપી રહેલા ઉમેદવારોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરવી, એક્ઝામ આન્સર શીટ કે OMR શીટની સાથે ચેડાં કરવા, કોપીઓના મૂલ્યાંકનમાં અનુમતિ વિના ચેડાં કરવા, ઉમેદવારોની સીટ એરેન્જમેન્ટ, એક્ઝામ ડેટ કે શિફ્ટમાં છેડછાડ કરવી, કોઈ એક્ઝામિનેશન ઓથોરિટીને ધમકી કે કામ કરવાથી રોકવા, પરીક્ષા કે એક્ઝામ ઓથોરિટીને સંબંધઇત નકલી વેબસાઈટ બનાવવી, નકલી એડમિટ કાર્ડ જારી કરવા કે નકલી એક્ઝામ યોજવી.

    follow whatsapp

    ADVERTISEMENT