SSC CGL Recruitment 2024: સરકારી નોકરીની તક! SSC માં આવી મોટી ભરતી, જાણો અરજીથી પગાર સુધીની તમામ માહિતી

ADVERTISEMENT

SSC CGL Notification
SSC CGL Notification
social share
google news

SSC CGL Notification 2024: સ્ટાફ સિલેકશન કમિશને તેની સત્તાવાર વેબસાઇટ પર SSC CGL ની મોટી ભરતી જાહેર કરી છે. લાખો વિધાર્થીઓ આ નોટિફિકેશનની રાહ જોઈને બેઠા હતા આખરે આજે SSC દ્વારા  CGL (સંયુક્ત સ્નાતક સ્તર)ની પરીક્ષા 2024 માટેની જાહેરાત કરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 24 જૂનથી 24 જુલાઈ સુધી સંયુક્ત સ્નાતક સ્તરની પરીક્ષા 2024 માટે અરજી કરી શકે છે. જોકે, અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 25 જુલાઈ છે. 

SSC CGL માં મોટી ભરતી

નોટિફિકેશન મુજબ, કુલ 17727 ખાલી જગ્યાઓ ભરવા માટે SSC દ્વારા જાહેરાત કરવામાં આવી છે. SSC CGL એ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા છે જે વિવિધ ગ્રુપ 'B' અને 'C' ની જગ્યાઓ જેમ કે મદદનીશ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર, ઈન્સ્પેક્ટર (પરીક્ષક), સબ ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અને વધુ અનેક પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 17727 ખાલી જગ્યાઓ માટે SSC CGL નોટિફિકેશન 2024 PDF સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પર પ્રકાશિત કરવામાં આવી છે. 18 થી 32 વર્ષની વય મર્યાદામાં આવતા સ્નાતકો 24 જુલાઈ સુધી તેમના અરજી ફોર્મ સબમિટ કરી શકે છે. જો કે, અરજી ફી ભરવાની અંતિમ તારીખ 25 જુલાઈ છે. ઉમેદવારોની પસંદગી ટાયર 1 અને ટાયર 2 ની પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

 ઑફિશિયલ નોટિફિકેશન: View PDF

SSC CGL 2024 Notification Out: વિવિધ પોસ્ટ પર ભરતી

SSC CGL પરીક્ષા વિવિધ ગ્રુપ B અને C પોસ્ટ્સ માટે શોર્ટલિસ્ટેડ પાત્ર ઉમેદવારો માટે વાર્ષિક ધોરણે લેવામાં આવે છે. આ હોદ્દાઓમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર, ઈન્સ્પેક્ટર (પરીક્ષક), સબ ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ, ઈન્સપેક્ટર ઑફ ઈન્કમ ટેક્સ, સિનિયર સેક્રેટરિએટ આસિસ્ટન્ટ/અપર ડિવિઝન ક્લાર્ક, ઑડિટર, ટેક્સ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ/જુનિયર એકાઉન્ટન્ટ, જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર અને સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ-II જેવી પોસ્ટ બહાર પાડવામાં આવી છે. 

ADVERTISEMENT

SSC CGL Vacancy 2024: છેલ્લા સાત વર્ષની ભરતી ટ્રેન્ડ

What is SSC CGL Salary?: પગાર કેટલો રહેશે

જે પોસ્ટ માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે તેના આધારે પગાર બદલાય છે. ગ્રુપ A પોસ્ટ્સ માટે, પ્રારંભિક પગાર રૂ. 56,100 થી રૂ. 1,77,500, ગ્રુપ બીની પોસ્ટ માટે, પગાર રૂ. 35,400 અને રૂ. 1,12,400, ગ્રુપ સી પોસ્ટ માટે, પગાર રૂ. થી લઈને રૂ. 25,500 થી રૂ. 81,100 ની વચ્ચે રહેશે.

GSSSB એ નવી ભરતીની કરી જાહેરાત, વાંચો સંપૂર્ણ અહેવાલ

SSC CGL 2024 અરજી કેવી રીતે કરવી

SSC ની સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પર જાઓ
હોમ પેજ પર આપવામાં આવેલા અપ્લાઇ ટેબ પર ક્લિક કરો.
હવે વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરી અને અપ્લાઈ કરો.
ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફી જમા કરવો.
પછી સબમિટ કરો.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT